ગુજરાત
News of Wednesday, 25th May 2022

પંચમહાલના બાસ્કા ગામે લગ્નના વરઘોડા પર પથ્થરમારો

રાત્રે DJ પર ગીત વગાડવા મામલે પથ્થરમારો થતા અજંપાભરી સ્થિતિ:પોલીસે 30થી વધુ લોકોને રાઉન્ડ અપ કર્યા

પંચમહાલના બાસ્કા ગામે રાત્રે ધિંગાણું થયાની ઘટના સામે આવી છે. લગ્નના વરઘોડામાં DJ પર ગીત વગાડવા મામલે ઘર્ષણ સર્જાયું હતું. લઘુમતી વિસ્તાર નજીક DJ પર ગીત વગાડવાને લઈને પથ્થરમારો થયો. જો કે, ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તુરંત ઘટનાસ્થળે પહોચ્યો હતો. હાલમાં બાસ્કા ગામમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. બાસ્કામાં ફરીવાર કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 30થી વધુ લોકોને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. હાલમાં પોલીસ ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરાઈ રહી છે.

મળતી વિગત મુજબ બાસ્કા ગામે કોઇ યુવકના લગ્ન હોય મોડી રાત્રે ગામમાં વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડો નદીના ફળીયા પાસેથી પસાર થતો હતો. ત્યારે DJ પર મૂકવામાં આવેલા ગીત પર લોકો નાચતા હતા. તે વખતે બાસ્કા ટેકરા ફળીયામાં રહેતા એક વ્યક્તિએ આવું ગીત અહીં નહીં વગાડવા કહેતા સમગ્ર મામલો બિચકયો હતો.

(12:27 pm IST)