ગુજરાત
News of Wednesday, 25th May 2022

હવે લક્ષદ્વિપના કાંઠેથી 1526 કરોડનું ડ્રગ્સ ઝડપાયું : પ્રિન્સ અને લિટલ જીસસ નામની બે ફિશિંગ બોટમાંથી મળ્યું ડ્રગ્સ

રેવન્યુ ઈન્ટેલિજન્સ અને કોસ્ટગાર્ડ સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું

ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાય સમયથી કરોડો રૂપિયાનું ડ્ર્ગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે હવે લક્ષદ્વિપના કાંઠેથી 1526 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ ઓપરેશન રેવન્યુ ઈન્ટેલિજન્સ અને કોસ્ટગાર્ડ સંયુક્ત રીતે પાર પાડ્યું હતું.

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે ઓપરેશન ખોજબીન નામના મોટા સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુઓના કિનારે પ્રિન્સ અને લિટલ જીસસ નામની બે ફિશિંગ બોટમાંથી રૂ. 1,526 કરોડથી વધુનો ડ્રગ્સ ઝડપ્યો છે ભારતીય કોસ્ટ ગાર્ડે આ જાણકારી આપી છે.

(1:11 am IST)