ગુજરાત
News of Thursday, 25th February 2021

પાટનગર પંથકમાં વિદેશી દારૂનો લાખોની મુદ્દામાલ પકડી પાડતી એલસીબી

જીલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી સંદર્ભે ગાંધીનગર જિલ્લામાં ઠેર-ઠેર ચેકીંગ કાર્યવાહીને સફળતા સાંપડી : રેન્જ વડા અભયસિંહ ચુડાસમા અને એસપી મયુર ચાવડાના માર્ગદર્શનમાં PSI એસ.પી. જાડેજા તથા પી.ડી.વાઘેલા ટીમની મહેનત રંગ લાવી

રાજકોટ,તા.૨૫: જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે ગાંધીનગર જિલ્લા એલસીબી દ્વારા જિલ્લાભરમાં ચાલતી દારૂ સામેની ઝુંબેશ દરમ્યાન ૫૫૯૬ વિદેશી દારૂની બોટલ ૪૩.૫૦ લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ પકડી પાડયો છે.

ગાંધીનગર રેન્જ વડા અભયસિંહ ચુડાસમા એન એસપી મયુર ચાવડા દ્વારા ખાસ બેઠક રાખી આવા ગેરકાયદે દારૂ ન ઘૂસે તે માટે આપેલ ગાઈડ લાઈન મુજબ આવી કાર્યવાહી જોર શોરથી ચાલી રહી હતી. તે દરમ્યાન આવી સફળતા મળી હતી.

જે અન્વયે LCB-2 ના પો.ઈન્સ શ્રી એચ.પી.ઝાલા દ્વારા LCB-2ના પો.સબ.ઈન્સ શ્રી એસ.પી.જાડેજા તથા પો.સબ.ઈન્સ શ્રી પી.ડી.વાઘેલા તથા સ્ટાફના માણસોને આ દિશામાં કામગીરી કરવા સારૂ સ્પષ્ટ દિશાનિર્દેશ આપેલ. જે આધારે LCB-2ના પો.સબ.ઈન્સ શ્રી એસ.પી.જાડેજા તથા પો.સબ.ઈન્સ શ્રી પી.ડી.વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. હરદેવસિંહ દલપતસિંહ, અ.હે.કોન્સ. જોગીન્દ્રરસિંહ મહેરસિંહ, પો.કો.ભવાનસિંહ બાબુજી તથા પો.કો.સુરેશજી બળદેવજી તથા પો.કો. રવિન્દ્રસિંહ વનરાજસિંહ નાઓ સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન અ.હે.કોન્સ. જોગીન્દ્રરસિંહ તથા પો.કો. સુરેશજી નાઓને ખાનગી રાહે ચોકકસ બાતમી હકકીત મળેલ કે વાસંજડા (ઢે.) ગામમાં આવેલ હુડકોના મકાનમાં બાબુજી લક્ષ્મણજી ઠાકોર પોતાના કબજાના મકાનમાં અન્ય માણસો મારફતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો ગેરકાયદેસર જથ્થો રાખી તેનું વેચાણ કરે છે અને હાલમાં સદર મકાનમાં વિદેશી દારૂનો જથ્થો પડેલ છે. જે બાતમી હકીકત આધારે સદરી જગ્યાએ રેઈડ કરતા નીચેની વિગતનો વિદેશી દારૂ પડકી પાડવામાં આવેલ.

ભારતીય બનાવટનો વિદેશી દારૂ

(૧) મેકડોવેલ્સ નં.૧ સુપ્રિયર વ્હીસ્કી ઓરીજનલ, (૨) રોયલ ચેલેન્જ કલાસીક વ્હીસ્કી પ્રીમીયર, (૩) બ્લેન્ડેસે પ્રાઈમ સિલેકટ પ્રિમીયર વ્હીસ્કી, (૪) ડબલ બ્લ્યુ ડીલક્ષ બ્લેન્ડેડ વ્હીસ્કી, (૫) પાર્ટી સ્પેસ્યલ ડીલક્ષ વ્હીસ્કી, (૬) પોલજોન ઈન્ડીયન સીંગલ મોલ્ટે વ્હીસ્કી, (૭) બ્લેન્ડર્સ પ્રાઈમ રેર પ્રિમિયમ વ્હીસ્કી, (૮) રોયલ કલાસીક વ્હીસ્કી, (૯) કાલ્સબર્ગ પ્રિમિયમ એલીફન્ટ સ્ટ્રોન્ગ બિયર મળી કુલ ૪૯૭૮ નંગ દારૂની બોટલો તથા બીયર મળી કુલ રૂપિયા ૧૪, ૧૮, ૫૩૯નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

ઈમ્પોર્ટેડ ફોરેન મેઈડ લીકર

(૧) જોની વોકર ગોલ્ડ લેબલ રિઝર્વ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ડિસ્ટીલ્ડ એન્ડ બ્લેન્ડેડ બોટલ સ્કોટલેન્ડ, (૨) કટ્ટી સાર્ક બ્લેન્ડર સ્કોચ વ્હીસ્કી ડીસીલ્ડ બ્લેન્ડડ એન્ડ બોટલ્ડ ઈન સ્કોટલેન્ડ, (૩) મન્કી શોલ્ડર ધ ઓરીજીનલ બ્લેન્ડેડ સ્કોચ ગોલ્ડ વ્હીસ્કી, (૪) જે એન્ડ બી અ રેર બ્લેન્ડ ઓફ ધ પ્યોરેસ ઓલ્ડ સ્કોચ વ્હીસ્કી, (૫) સિવાસ રિગલ ગોલ્ડ સિગ્નેચર બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ૧૮ ઈયર્સ ઓલ્ડ, (૬) રેડ લેબલ જોની વોકર બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી, (૭) જેક ડેનીયલ ઓલ્ડ નં.૭ બ્રાન્ડ વ્હીસ્કી, (૮) ધ સિંગલટોન સિંગલ મોલ્ટે સ્કોચ વ્હીસ્કી ડીસ્ટીલ્ડ મેચ્યોર્ડ એન્ડ બોલ્ડ ઈન સ્કોચલેન્ડ સ્કોચ વ્હીસ્કી, (૯) એબસોલ્યુટ વોડકા પ્રોડુસ્ટ એન્ડ બોલ્ટ ઈન આહુસ સ્વીડન, (૧૦) ગ્લેન ફીડીચ સિંગલ મોલ્ટ સ્કોચ વ્હીસ્કી, (૧૧) ધ ગ્લેન લીવીટ સિંગલ મોલ્ટ સ્કોચ મેચ્યોર્ડ ઈન યુરોપિયન ઓફ એન્ડ અમેરિકન ઓફ કાસ્ક, (૧૨) સીવાસ રિગલ  બ્લેન્ડેસ સ્કોચ વ્હીસ્કી પ્રોડયુસ ઓફ સ્કોટ લેન્ડ ૧૨ ઈયર્સ ઓલ્ડ દારૂની કુલ ૬૧૮ બોટલો મળી કુલ રૂપિયા ૨૯,૨૭,૬૧૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.આમ, ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ ઈમ્પોર્ટેડ ફોરેન મેઈડ લીકરની અલગ-અલગ નાની- મોટી બ્રાન્ડની દારૂ તથા બિયરની કુલ ૫૫૯૬ બોટલો/ ટીન મળી કુલ રૂપિયા ૪૩,૪૬,૧૪૯/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. તેમજ સદર રેઈડ દરમ્યાન આરોપી બાબુજી લક્ષ્મણજી ઠાકોરનો પોતાના મકાને હાજર નહી મળી આવતા આ બાબતે સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

(3:19 pm IST)