ગુજરાત
News of Tuesday, 25th January 2022

પ્રસિધ્ધ પારનેરા ડુંગર ઉપર લાગેલી આગ ત્રણ કલાકે બુઝાઈ

ભારે પવન હોવાથી આગ વધુ વિકરાળ બનતી જતી હતી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ તેમજ ભારત ભરમાં પ્રસિધ્ધ પારનેરા ડુંગર પર આગ લાગતા ભારે ફફડાટ ફેલાયો હતો વલસાડ શહેર નજીક પારનેરા ડુંગર ઉપર મોડી રાતે રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ અતુલ અને વલસાડ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્નો હાથ ધર્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ભારે પવન હોવાથી આગ વધુ વિકરાળ બનતી જતી હતી. આ ઘટનાની જાણ થતા પારનેરા મંદિર ટ્રસ્ટના અગ્રણીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પારનેરા ડુંગર ઉપર લાગેલી આગની જાણ પારનેરા, ચિચવાડા અને અતુલના સ્થાનિક યુવકોને ઘટનાની જાણ થતાં સ્થાનિક યુવકોએ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યો હતો. મેળવવામાં તકલીફ પડી રહી હતી. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.

(8:51 pm IST)