ગુજરાત
News of Tuesday, 25th January 2022

નર્મદા જીલ્લાના આદિવાસી આદિવાસીઓને સરકારી તંત્ર દ્વારા તડીપાર કરવા પર રોક લગાવવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લા તેમજ આદિવાસી વિસ્તારોમાં વસવાટ કરતા જાગૃત અને શિક્ષિત આદિવાસીઓને રાજકીય ઇસારે ખોટી પધ્ધતિથી તડીપાર કરવાની પરંપરા ચાલી રહી છે,જેનાથી તડીપાર થનારના કુટુંબની આર્થિક માનસિક,પારીવારીક પરિસ્થિતિ કરુણાજનક બની જાય છે, નર્મદા જીલ્લામાં દોઢ બે વર્ષના સમયગાળામાં ચાર આદિવાસી આગેવાનોને તડીપાર કરવામાં આવ્યા છે,ચારેય આદિવાસી આગેવાનો સામે જે પોલીસ કેશો થયા છે . તે હાલ કોર્ટમાં પેન્ડીંગ છે . છતા આવા કેશોનો આધાર લઇને તેઓને સરકારી તંત્ર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૫૬ ( ક ) નો દુરપયોગ કરીને ખોટી પધ્ધતિથી તડીપાર કરીને આદિવાસી સમાજ ઉપર તંત્રએ સરકારી હુમલો કર્યો હોય તેવુ અહેસાસ થઇ રહ્યો છે,અમારા આદિવાસી આગેવાનોને રાજકીય ઇસોરે ખોટી રીતે તડીપાર કરવામાં આવે છે ,તેઓના સંતાનો અને પરીવાર તેમજ પોતાના વતનથી દુર કરવામાં આવે છે આવી પરિસ્થિતિમાં તેમના જીવને જોખમ વધી જાય છે,આવા સંજોગોમાં અમારા આગેવાનો ઉપર કોઇક કારણોસર હુમલો થાય કે હત્યા થાય તેની જવાબદારી કોણ લેશે તેવી તમામ બાબતોને ધ્યાનમાં રાખી હવે પછી ખોટી રીતે કોઇપણ આદિવાસી આગેવાન સામે તડીપારના હુકમ કરવામાં ના આવે તેવી અપીલ કરીએ છે.અને તડીપારના થયેલા ખોટા હુકમો રદ કરી આ લોકોને તડીપારમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર નર્મદા આમુ સંઘઠનના પ્રમુખ મહેશભાઈ એસ. વસાવાની આગેવાનીમાં આપવામાં આવ્યું હતું.

(10:36 pm IST)