ગુજરાત
News of Monday, 23rd November 2020

નાંદોદના વાવડી ગામના ખેતર માંથી 45,000ની ડ્રિપ પાઇપની ચોરી થતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના વાવડી ગામના વસંતભાઈ ગુલાબભાઈ બારોટે આપેલી ફરિયાદ મુજબ તેમની વાવડી ગામની સીમમાં આવેલી જમીન માં શેરડી વાવી હોય ત્યાં 45 હજાર રૂપિયાની ડ્રિપની પાઇપો નાંખી હતી જેની કોઈ અજાણ્યા વ્યકતીઓએ ચોરી કરી ગયા હોય રાજપીપળા પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:20 am IST)