News of Thursday, 24th September 2020
આમલેથા પો.સ્ટે.ના છેતરપીંડીના ગુનાનો નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી,નર્મદા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હરીક્રિષ્ણ પટેલ,પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા હિમકર સિંહ,પોલીસ અધિક્ષક, નર્મદાના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા - ફરતા આરોપીઓને પકડવા તેમના રહેણાંક તથા આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી ઝડપી પાડી જેલ હવાલે કરવાની પરિણામલક્ષી કામગીરી કરવા સુચના મળતા એ. એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બીના સુપર વિઝન હેઠળ પો. સ .ઇ. સી.એમ.ગામીત તથા સ્ટાફની સંયુક્ત બાતમીના આધારે આમલેથા પોલીસ સ્ટેશન ના છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ભરતભાઇ ગુલાબભાઇ વસાવા (રહે.ઉપલુ ફળીયુ,જુનાઘાટા તા.નાંદોદ જી.નર્મદા) પોતાના ઘરે હાજર હોય ભરતભાઇ ગુલાબભાઇ વસાવાને જુના ઘાટા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
(8:16 pm IST)