ગાંધીનગર પોસ્ટલ ડિવીઝન દ્વારા શહેરી અને ગ્રામીણ સ્તરે ટપાલ જીવન વીમા એજન્ટોનું નિમણૂકો કરાશેઃ ઓક્ટોબરની પમીએ ગાંધીનગરમાં વોક ઇન ઇન્ટરવ્યું
ભારતીય ટપાલ વિભાગના ગાંધીનગર ડિવિઝન દ્વારા ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમા એજન્ટની નિમણૂક માટે આગામી તા.5/10/2020ના રોજ સવારે 10થી બપોરે 12 વાગ્યા દરમિયાન ગાંધીનગર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસની કચેરી ખાતે “વૉક ઇન ઇન્ટરવ્યૂ'નું આયોજન કરવામાં આવ્યું છે.
ગ્રામીણકક્ષાએ પાંચ હજારથી ઓછી વસ્તીવાળા ગામમાં ઓછામાં ઓછા ધો.10 પાસ અને પાંચ હજારથી વધુ વસ્તીવાળા ગામમાં રહેતા ઓછામાં ઓછી ધો.12 પાસની લાયકાત ધરાવતા 18થી 50 વર્ષની વયના ઉમેદવારો આ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકશે. ઇન્ટરવ્યૂ માટે આવતાં ઉમેદવારોએ પોતાની અરજી સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઉમર, શૈક્ષણિક લાયકાત અને અનુભવ સહિતનાં અન્ય આવશ્યક પ્રમાણપત્રો અસલ તથા પ્રમાણિત નકલમાં સાથે લાવવાનાં રહેશે. ઇન્સ્યોરન્સ અને કોમ્પ્યુટરની જાણકારી ધરાવતાં સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે તેમ ગાંધીનગર પોસ્ટ ડિવિઝનના સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટની યાદીમાં જણાવ્યું છે.