ગુજરાત
News of Friday, 24th June 2022

વાવડી ગામે ખોવાયેલી ચાંદીની કંઠી બાબતે પૂછનાર મહિલાને લાકડું મારી ઇજા કરનાર શખ્શ સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નાંદોદ તાલુકાના વાવડી ગામમાં ચાંદીની કંઠી બાબતે મહિલાને લાકડું મરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે
પ્રાપ્ત માહિતી અનુસાર પાર્વતીબેન ડાહ્યાભાઈ વસાવા( રહે.વાવડી કંગાળ ફળિયા )એ આપેલી ફરિયાદ મુજબ તેમની ચાંદીની કંઠી ખોવાઈ ગઈ હોય એ બાબતે શર્મિલા બેન અર્જુનભાઈ વસાવાને પૂછવા જતા મુકેશભાઈ બોખભાઈ વસાવા( રહે વાવડી)  નાઓએ પાર્વતીબેનને માથામાં લાકડું મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે મુકેશ વસાવા સામે ગુનો દાખલ કર્યો છે

(10:57 pm IST)