ગુજરાત
News of Tuesday, 24th May 2022

રાજપીપળામાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની બેઠકમાં વિકાસના કામોમાં પડતી મુશ્કેલી બાબતે ઠરાવ કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના હરસિધ્ધિ માતાજીના મંદિરે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા જિલ્લાની બેઠક મળી જેમાં અધ્યક્ષ સ્થાને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ મધુકર ભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા રાજપીપળાના એડવોકેટ જીતેશભાઈ પંડ્યા તેમજ મયુરભાઈ સુજલભાઈ  દતાબેન ગાંધી ગજેન્દ્રભાઈ ગોહિલ સિદ્ધાર્થ ભાઈ દરશન ભાઈ વસાવા જિલ્લા સંયોજક પ્રવિણસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.
 જેમાં મધુકર ભાઈ પાઠક એ સંસ્થાના દ્વારા તાજેતરમાં સામાજીક સમસ્યાઓમાં ગ્રાહક પંચાયત સમાજ ઉપયોગી ભૂમિકાનો વિસ્તારથી અહેવાલ રજૂ કર્યો અને રાજપીપળામાં ચાલતા વિકાસના ના કામોમાં માર્ગો પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી માટે અને અંડરગ્રાઉન્ડના કામો પર કોન્ટ્રાક્ટર દ્વારા લાપરવાહી નો આક્ષેપ લગાવી રાજપીપળાની તેમજ જિલ્લાની જાહેર જનતાને રસ્તા બાબતે પડતી મુશ્કેલી માટે કલેકટર નર્મદા તેમજ ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રીને આવેદનપત્ર આપી ધ્યાન દોરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

(11:12 pm IST)