ગુજરાત
News of Tuesday, 24th May 2022

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમ્યાન થયેલ બોલાચાલીની અદાવત રાખી એક યુવક પર હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ

વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી  બોલાચાલીની અદાવત રાખી એક યુવક પર મારક હથિયારો વડે હુમલો થતાં ફતેગંજ પોલીસે રાયોટિંગના ગુનો નોંધ્યો છે.

નવાયાર્ડમાં રહેતા એનુલહસને પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૧મીએ મારો પુત્ર એક લગ્ન પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન ધક્કો વાગતાં મુજાહુદ્દીન,રહીમ અને અનસ સાથે બોલાચાલી થઇ હતી.

આ બનાવ બાદ ગઇ કાલે સવારે મારો પુત્ર જોન્સન કંપનીના કમ્પાઉન્ડમાંથીપસાર થતો હતો તે દરમિયાન અનસ અને રહીમે પાઇપ અને લાકડીથી હુમલો કર્યો હતો.જ્યારે અન્ય ત્રણ જણાએ ગડદાપાટુનો માર માર્યો હતો.મારા પુત્રએ બૂમરાણ મચાવતાં હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.

(6:34 pm IST)