ગુજરાત
News of Tuesday, 24th May 2022

સુરતના ભટાર વિસ્તારમાં શોપિંગમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાના પર પોલીસે દરોડા પાડી 33 હજારનો મુદામાલ જપ્ત કર્યો

સુરત: ભટારના સાકાર શોપીંગ સેન્ટરના ત્રીજા માળે નિશાન સ્પાની આડમાં ધમધમતા કૂંટણખાના પર દરોડા પાડી 2 લલના અને મેનેજર સહિત ચારની ધરપકડ કરી એએચટીયુની ટીમે કુલ રૂ. 33,000 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

એએચટીયુ (એન્ટી હ્રુમન ટ્રાફિકીંગ યુનિટ)ને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે ભટાર રોડના સાકાર શોપીંગ સેન્ટરના ત્રીજા માળે એફ 503માં આવેલા નિશા સ્પાની આડમાં ધમધમતા કૂંટણખાના પર દરોડા પાડયા હતા. જયાંથી સ્પા મેનેજર અજય સંતોષ ભુંયા (ઉ.વ. 20 રહે. ઉમા ભવન, રાજ એમ્પાયરની, ભટાર રોડ) અને એક ગ્રાહક તથા બે લલનાને ઝડપી પાડી રોકડા રૂ. 13,000 અને 3 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 33,000 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે સ્પાની આડમાં કૂંટણખાનું ચલાવનાર ફાતેમા મૌર્યા અને રાહુલ મૌર્યાને વોન્ટેડ જાહેર કર્યા હતા.

(6:29 pm IST)