એવું તો શું થયું કે વિજયભાઇની સાથે CM ભૂપેન્દ્રભાઇ હસીહસીને બેવડા વળી ગયા ?
પ્રદેશ કારોબારીમાં ઉડયા હાસ્યના ફુવ્વારા
અમદાવાદ, તા.૨૪: તાજેતરમાં જ ગાંધીનગર ખાતે ભારતીય જનતા પક્ષની પ્રદેશ કારોબારી ગઇકાલે મળી હતી આ બેઠકમાં અલગ અલગ બાબતોની ચર્ચા હાથ ધરાયેલ. દરેક એમની એક ચર્ચા આગામી ચુંટણીને ધ્યાનમાં રાખીને ચુંટણી ખર્ચ બાબતેની પણ હતી તેમ જાણવા મળે છે. અલગ અલગ નેતાઓ અને સમર્થ કાર્યકરો, હોદેદારો માટે આ હેતુઅર્થે ચોક્કસ રકમો આપવા માટે કહેવામાં આવ્યું. ત્યારે હાલના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માજી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નામ બોલાયા અને જે રકમો તેમના માટે કહેવામાં આવી ત્યારે હાસ્યના ફુવ્વારા છૂટયા હતા અને બંને મુખ્યમંત્રીઓ મન મૂકીને હંસી પડેલ તે પ્રસંગની એક લાજવાબ તસવીર સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે.
...અને ભુપેન્દ્રભાઈ હસી-હસીને બેવડા વળી ગયા, તો સાથે વિજયભાઈના ચહેરા ઉપર પણ એવું જ હાસ્ય છવાઈ ગયું.