ગુજરાત
News of Tuesday, 24th May 2022

રાજપીપળામાં 88 વર્ષીય અશક્ત વૃધ્ધાને આધારકાર્ડકાઢવા કાઢવા માટે તંત્ર દ્વારા ખો,ખો ની રમાતી રમત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : સરકારે આધારભૂત પુરાવા તરીકે આધારકાર્ડ ફરજિયાત કર્યું છે પરંતુ અવાર નવાર ઓનલાઇન બંધ કે તંત્રના વાંકે અરજદારો અટવાતા હોય છે ત્યારે હાલમાં એક મહિના થી રાજપીપળા ના એક વૃધ્ધા ને આધાર કાર્ડ ઘરે જઈ કાઢવા માટે વાયદાઓ મળી રહ્યા છે અને હવે રમત રમતી હોય એમ લાગી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા દરબાર રોડ પર ના એક 88 વર્ષીય વૃધ્ધા કે જેઓ બંને પગે તકલીફ હોવાથી આધાર સેન્ટર સુધી જઈ શકતા ન હોવાથી તેમના પુત્ર એ રાજપીપળા નગરપાલિકા માં ચાલતા આધાર સેન્ટર નો સંપર્ક કર્યો ત્યારે ત્યાં સર્વર બંધ હતું અને ત્યારબાદ અન્ય તકલીફ આવી હોવાનું ઓપરેટર જણાવ્યું જેમાં એકાદ મહિનો થઈ ગયા બાદ આધાર કર્ડના જવાબદાર ગણાતા અધિકારી જોશીનો સંપર્ક કરતા તેમણે પણ આજકાલ કરી અઠવાડિયું વધુ લંબાવ્યું હતું આમ એક મહિના થી આ 88 વર્ષીય વૃદ્ધ અશક્ત મહિલા આધાર કાર્ડ વગર તંત્ર ની ખો ખો ની રમતના શિકાર બન્યા હોય એમ જણાઈ છે.
 આજે ફરી જોશી નો સંપર્ક કર્યો ત્યારે તેમણે પાલિકા ના મુખ્ય અધિકારી ને જાણ કરો એ લેટર લખી આપશે તો હું ગાંધીનગર મોકલીશ અત્યારસુધી અમે ઓપચારિક કરતા હતા પણ હજુ કઈ થયું નથી માટે ચીફ ઓફિસર ને મળો એમ જણાવ્યું હતું
 પાલિકાના મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડિયા ને આ બાબતે પૂછતા તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે અમે તો ફક્ત આધાર કાર્ડ માટે ઓપરેટર ને બેસવાની જગ્યા આપી છે જેથી કરી લોકોને ગામ વચ્ચે આવેલી અમારી ઓફિસમાં આધારકાર્ડ માટે સવલત મળે બાકી આધારકાર્ડ બાબતેની તમામ જવાબદારી કલેકટર કચેરીમાં કામગીરી સંભાળતા જે તે વિભાગ અને અધિકારી ની હોય છે અમારે અન્ય કોઈ જવાબદારી આવતી નથી...
 ત્યારે આધાર ની કામગીરી બાબતે અધિકારી અજાણ હશે કે બીજા પર જવાબદારી નાંખી આધેડ વ્યક્તિ સાથે ખો ખો ની રમત રમી રહ્યા હશે એ તપાસનો વિષય છે પરંતુ હાલમાં આ 88 વર્ષીય મહિલા એક મહિના થી આધારકાર્ડ માટે આશા રાખી બેઠી છે.

(4:36 pm IST)