ગુજરાત
News of Tuesday, 24th May 2022

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુકુ વાતાવરણ રહેશે: વરસાદની કોઈ સક્રિય નથી : ગરમી યથાવત રહી શકે

ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઉતાર ચઢાવ આવી શકે:હવામાન વિભાગ મુજબ ત્રણ દિવસ બાદ 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થઇ શકે

અમદાવાદ :ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે. હાલ રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે તાપમાન યથાવત રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુકુ વાતાવરણ રહેશે. રાજસ્થાનમાં લો પ્રેશરના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે આ દરમિયાન 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાઇ શકે છે.બીજી તરફ હાલ રાજ્યમાં ગરમી યથાવત રહેશે. દક્ષિણ તરફથી ફુંકાતા પવનને કારણે તાપમાન યથાવત રહેશે. જો કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. હવામાન વિભાગનું માનીયે તો ત્રણ દિવસ બાદ 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થઇ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુકુ વાતાવરણ રહેશે. રાજસ્થાનમાં લો પ્રેશરના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે આ દરમિયાન 10થી 20 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાઈ શકે છે તો બીજી તરફ હાલ રાજ્યમાં ગરમી યથાવત રહેશે. દક્ષિણ તરફથી ફુંકાતા પવનને કારણે તાપમાન યથાવત રહેશે. જો કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો ત્રણ દિવસ બાદ 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

રવિવારે અમદાવાદમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ત્યારે હજુ પણ અમદાવાદમાં ગરમીનો પારો આકરો જ રહેવાની સંભાવના છે. ત્રણ દિવસ બાદ 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થશે. જોકે 40 ડિગ્રી આસપાસ તાપમાન રહે તેવી શક્યતા છે. રાજ્યભરમાં વાદળછાયુ વાતાવરણ રહેવાને પગલે તાપમાનમાં વધ ઘટ થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે

(10:08 pm IST)