ગુજરાત
News of Wednesday, 24th January 2018

મોરવા હડફના MLA ભુપેન્દ્ર ખાંટ મામલે હાઈકોર્ટે આદિજાતી વિકાસ બોર્ડનો હુકમ રદ્દ કર્યો

પુરાવા કોર્ટમાં રજુ કરવા આપ્યો આદેશ

અમદાવાદ : મોરવા હડફના MLA ભુપેન્દ્ર ખાંટ માટે રાહતના સમાચાર. મોરવા હડફના MLA ભુપેન્દ્ર ખાંટને હાઈકોર્ટે રાહત આપતા આદિજાતી વિકાસ બોર્ડનો હુકમ રદ્દ કર્યો છે.  અને જ્ઞાતિના પુરાવા અને અન્ય દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો છે. આ મામલામાં મોરવા હડફના MLA ભુપેન્દ્ર ખાંટ પર જ્ઞાતિ અંગેનું ખોટુ સર્ટીફિકેટ રજુ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

(4:27 pm IST)