ગુજરાત
News of Friday, 23rd July 2021

જો વધુ પડતી સ્ટીમ લઈ લો તો પણ બ્લેક ફંગસ થઈ શકે

કોરોનાને ભગાડવા લોકો સ્ટીમ લેતા હોય છે : અતિની ગતિ નહીં, જે વસ્તુ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેનો વધુ પડતો ઉપયોગ ખતરનાક બીમારી પણ આપે છે

વડોદરા, તા.૨૩ : ગુજરાતીમાં કહેવત છે કે અતિની ગતિ નહીં પછી ભલે તે વસ્તુ આરોગ્ય માટે સારી હોય પરંતુ જો વધુ પ્રમાણમાં તેનો ઉપયોગ કે સેવન કરવામાં આવે તો ફાયદાની જગ્યાએ નુકાસન થાય છે. આવું જ કંઈક મલ્ટિવિટામિન ટેબ્લેટ અને ઝિંક સપ્લિમેન્ટના મામલે છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પરંતુ તેનું વધું પડતું સેવન તમને ઘાતક બ્લેક ફંગસ એટલે મ્યુકોરમાઇકોસિસ તરફ લઈ જાય છે. અને આ લિસ્ટમાં વધુ પડતી સ્ટીમ લેવાનું પણ સામેલ છે. આ વાતનું ઉદહારણ વડોદરાના સ્કૂલ પ્યુન રોહિત બારિયા છે જેઓ ૬૦ વર્ષની ઉંમરે નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા ત્યારે ગત મે મહિનામાં તેમને કોરોના થઈ ગયો અને ૧૦ દિવસ સુધી હોસ્પિટલમાં રહીને સારવાર મેળવી જે પછી ત્રણ સપ્તાહ બાદ જૂન મહિનામાં તેમનામાં અચાનક બ્લેક ફંગસના લક્ષણો જોવા મળ્યા. બારિયાએ ડોક્ટરોને કહ્યું કે કોરોનાથી ઠીક થઈ ગયા બાદ પણ તેઓ પોતાની રોગપ્રતિકારક શક્તિ અંગે વધુ પડતાં ચિંતાતુર રહેતા હતાં અને તેના કારણે મલ્ટિ વિટામીનની ગોળીઓઓ દરરોજ લેતા હતા. જોકે વધુ પડતાં વિટામીનના કારણે સ્થિતિ વિપરિત થઈ ગઈ હતી.

      જોકે તેમને કોરોના સારવાર માટે તેમને સ્ટીરોઇડ્સ આપવામાં આવ્યા હતા, તેમ છતાં તેમનું બ્લડ સુગર એટલું વધારે ન હતું કે બ્લેક ફંગસ થાય. પરંતુ બારીયા દ્વારા આયર્ન અને ઝીંકવાળી મલ્ટિ-વિટામિન ગોળીઓનું વધુ પડતું સેવન મ્યુકોરમાયકોસિસ પાછળનું એક કારણ હોવું જોઈએ. આ ઉપરાંત તેમણે એમ પણ કબલ્યું કે તેઓ દવિસમાં દરરોજ ઘણીવાર સુધી સ્ટીમ લેતા હતાં. તેમ વડોદરા સ્થિત પલ્મોનોલોજિસ્ટ ડો. નીલ ઠક્કરે જણાવ્યું હતું. ડોક્ટરે જણાવ્યું કે, ઠક્કરની જેમ મ્યુકોરમાયકોસિસનો ચેપ લાગનારા ઘણા વ્યક્તિઓ લોખંડ અને ઝીંકની ગોળીઓનો વધુ ડોઝ લેતા જોવા મળ્યા છે. આ ગોળીઓના વધુ પડતા સેવનથી લોહીમાં આયર્ન અને ઝિંક વધે છે અને તે બ્લેક ફંગસના વિકાસ માટે એક આદર્શ સ્થિતિ ઉભી કરે છે.* ઠક્કરે વધુમાં ઉમેર્યું કે મ્યુકોરમાઇકોસિસ થવા પાછળના કારણો વિશે કરવામાં આવેલી વિવિધ સ્ટડી અને બ્રિટીશ મેડિકલ જર્નલ (બીએમજે) જણાવે છે કે અતિશય મલ્ટી-વિટામિનનો ઉપયોગ કરવાના કારણે પણ બ્લેક ફંગસ થઈ શકે છે.

(7:51 pm IST)