ગુજરાત
News of Friday, 23rd July 2021

વડોદરા ઍસઓજીના પીઆઇ અજય દેસાઇની ગુમ પત્ની સ્વીટી પટેલ કેસમાં મોટો પુરાવો મળ્યોઃ પીઆઇના કારમાંથી લોહીના ડાઘ મળ્યા

સ્વીટી પટેલના પૂર્વ પતિ અને ઓસ્ટ્રેલિયામાં રહેતા પુત્રની પૂછપરછ

વડોદરાઃ વડોદરાના પીઆઇ અજય દેસાઇની પત્ની લાપતા થવાના પ્રકરણમાં પોલીસને પીઆઇના ઘરમાંથી લોહીના ડાઘ મળતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે.

વડોદરામાં PI અજય દેસાઈની પત્ની સ્વિટી પટેલ ગુમ થવાના કેસમાં તપાસની કમાન અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ATSના હાથમાં આવતા નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં અત્યાર સુધીનો સૌથી મોટી ઘટના આ કેસમાં સામે આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસમાં PI અજય દેસાઈના ઘરમાંથી લોહીના દાગ મળ્યા છે. FSL દ્વારા તેના સેમ્પલ પણ લઈ લેવાયા છે. જે બાદ વડોદરાના SOGના PI પર શંકાનો ઘેરો વધતો જાયો છે.

22 જુલાઈએ વડોદરાના SOGના PIની પત્ની સ્વીટીના ગુમ થવાના કેસમાં નવો વળાંક આવ્યો હતો. પીઆઇ દેસાઇએ નાર્કો ટેસ્ટ માટે મનાઈ ફરમાવી હતી. પોતાની માનસિક અને શારીરિક સ્થિતિ સારી ન હોવાથી નાર્કો ટેસ્ટ આપવા માટે સક્ષમ નથી. તેવું અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સમક્ષ રજૂઆત કરી હતી.જે બાદ પીઆઇ દેસાઇનો નાર્કો ટેસ્ટ કરી શકાયો નહીં. જે બાદ પોલીસ હવે DNA ટેસ્ટની રિપોર્ટની રાહ જોઇ રહી છે.

વડોદરામાં SOGના PI એ.એ. દેસાઈની પત્ની સ્વિટી મહેન્દ્ર પટેલ 48 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. હવે આ કેસની તપાસ અમદાવાદ સિટી ક્રાઈમબ્રાંચ અને ATS કરી રહી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરામાં નિવેદન કર્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે, કેસની તપાસ ક્રાઈમબ્રાંચ અને ATSને સોંપાઈ છે. તેમજ જરૂર હતા એ લોકોના નાર્કો ટેસ્ટ, ફોરેન્સિક ટેસ્ટ થયા છે. માનવ કંકાલ મળ્યાં તે સ્થળની FSL તપાસ પણ કરી છે. શંકાસ્પદ લોકોની પૂછપરછ પોલીસ કરી રહી છે.

સ્વિટી પટેલ ગુમ થવાના કેસમાં નવા સમાચાર સામે આવ્યા છે. જેમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાના ફઈબાના દિકરા અને સ્વિટી પટેલના પૂર્વ પતિની પૂછપરછ કરાઈ હતી. તે હાલ ઓસ્ટ્રેલિયા હોવાથી પોલીસે ઓનલાઈન પૂછપરછ કરવી પડી હતી. પૂર્વ પતિની સાથે સ્વિટી પટેલના 17 વર્ષિય પુત્રની પણ પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં એક માહિતી પાસપોર્ટને લઈ સામે આવી છે કે, સ્વિટી પટેલનો પાસપોર્ટ રિન્યૂ થયો નથી. જેથી તે વિદેશમાં હોવાની સંભાવનાને નકારી રહી છે.

વડોદરામાં PI અજય દેસાઈની પત્ની ગૂમ થવાના મુદ્દે પૂછપરછ થઈ રહી છે. જેમાં આ વખતે પોલીસે સ્વિટી પટેલના PI પતિના મિત્ર અને કોંગ્રેસના નેતા કિરીટસિંહની પૂછપરછ કરી હતી. કિરીટસિંહ કરજણની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા. PIના ગાઢ સંપર્કવાળા મિત્રોની પૂછપરછ શરૂ થઈ હતી. જેના માટે પોલીસે ગાઢ સંપર્કવાળા મિત્રોની યાદી તૈયાર કરી છે.

કરજણના કોંગ્રેસી નેતા કિરીટસિંહ જાડેજા અને સ્વિટી પટેલના પતિ PI દેસાઈ વચ્ચે સારી મિત્રતા હોવાની સૂત્રોકીય માહિતી હતી. અને થોડા દિવસ પહેલા પોલીસને અટાલી નજીક જે ઈમારત પાછળ બળેલા હાડકા મળ્યા હતા. તે જમીનના દસ્તાવેજની પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ મામલે સૂત્રોએ માહિતી જણાવી કે, તેમાં 15 જેટલા ભાગીદારો છે. અને કિરીટસિંહ પણ એક ભાગીદાર છે. 10 વર્ષ અગાઉ આ જમીન પર હોટલનું બાંધકામ શરૂ કરાયું હતું. જે પૂરું થઈ શક્યું નહોતું.

અગાઉ LCBને મોબાઈલ ચેટના કેટલાક પુરાવા મળ્યા હતા. જેમાં સ્વિટી પટેલ અને અજય દેસાઈ વચ્ચે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું. સ્વિટી પટેલની વોટસએપ ચેટ પોલીસને મળી તેમાં સ્વિટી પટેલ પોતાના પતિ અજય દેસાઈ કહી રહી છે કે, તે ઘર છોડીને જતી રહેશે. હું મરી જઈશ તેવી ચેટ પણ પોલીસને મળી આવી હતી.

સ્વિટી પટેલના પતિ PI અજય દેસાઈ પર થશે કાર્યવાહી?

    સ્વિટી પટેલ છેલ્લા 48 દિવસથી રહસ્યમય રીતે ગુમ છે

    વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપમાં PI એ.એ.દેસાઈની પત્ની છે સ્વીટી પટેલ

    છેલ્લા 48 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું

    પોલીસને દહેજના અટાલી પાસેથી અવાવરુ બિલ્ડિંગમાંથી સળગેલા હાંડકા મળ્યા

    હાડકાંના નમૂના એકત્ર કરીને FSLમાં મોકલવામાં આવ્યા

    હાડકા યુવાન વય અને મધ્યમ ઉંમરની વ્યક્તિનાં હોવાનું તારણ

    પોલીસે PI દેસાઇ તથા 2 વર્ષની દીકરીના સેમ્પલ લઇને FSL મોકલ્યા

    પોલીસે DNAએ  ટેસ્ટ કરાવ્યો, હવે રિપોર્ટની જોવાઈ રહી છે રાહ

    PI દેસાઇનું મોબાઇલ લોકેશન પણ અટાલી ગામ આસપાસ મળ્યું હતું

    PI અને પત્ની સ્વીટીની વોટ્સએપ ચેટ પોલીસના હાથ લાગી

    વોટ્સએપ ચેટમાં સ્વીટી PIને કહે છે કે, હું જતી રહીશ, મરી જઇશ

દહેજના અટાલી ગામની એક ઈમારત પાસેથી મળ્યા કેટલાક અવશેષ

મહત્વનું છે કે, વડોદરાના PI અજય દેસાઈના પત્ની ગુમ થવાના મામલે પોલીસને શંકાસ્પદ માનવ અવશેષ મળ્યા હતા. એક પોલીસકર્મીના પત્ની સ્વિટી પટેલ છેલ્લા ઘણા સમયથી ગુમ છે. જેને લઈ રાતદિવસ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દહેજના અટાલી ગામ પાસે અવાવરૂ જગ્યાએથી આ માનવ અવશેષ મળ્યા છે. બિલ્ડિંગ પાછળથી મળી આવ્યા છે શંકાસ્પદ અવશેષ તપાસ માટે એફએસએલમાં મોકલાયા છે. મળેલ અવશેષોનો DNA ટેસ્ટ પણ કરવામાં આવશે. અવશેષ સ્વિટી પટેલના હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. જો કે, FLS અને ડીએનએ રિપોર્ટ બાદ જ સત્ય હકીકત સામે આવશે.

(6:49 pm IST)