ગુજરાત
News of Monday, 23rd May 2022

વડોદરાના સમા વિસ્તારમાં જમીન મુદ્દે ચાલતા કેસમાં પિતા-પુત્ર પર બિલ્ડર સહીત ભત્રીજાએ હુમલો કરતા પોલીસ ફરિયાદ

વડોદરાઃ સમા વિસ્તારમાં રહેતા પરિવારના સદસ્યો વચ્ચે જમીનના ભાગની તકરારના સમાધાન દરમિયાન પિતા-પુત્ર પર હુમલો કરાતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સમાની શાંતિવન સોસાયટીમાં રહેતા અને ખાનગી ઓફિસમાં નોકરી કરતા દિપન પરસોત્તમભાઇ પ્રજાપતિએ આક્ષેપ કર્યો છે કે,વર્ષ-૨૦૦૪-૫માં કોયલી ખાતે અંદાજે રૃ.સવા કરોડમાં લીધેલી જમીન વર્ષ-૨૦૧૩માં રૃ.પાંચ કરોડમાં વેચી હતી.જેથી મારા પિતાના ભાગના નાણાં નહીં મળતાં કોર્ટ કેસ કર્યો હતો. આ કેસના સમાધાન માટે મારા પિતાના ભત્રીજા સુરેશભાઇ ગોરધનભાઇ પ્રજાપતિ (શાંતિવન સોસાયટી,ન્યુ સમા) સાથે વાત ચાલતી હોવાથી તા.૧૯મીએ સાંજે ગાર્ડનમાં ભેગા થયા હતા.જેમાં હું અને મારા પિતા હાજર હતા.જ્યારે સામે પક્ષે શિલ્પ બિલ્ડરના સુરેશભાઇ તેમજ તેના ભત્રીજા નિલેશ અનિલભાઇ અને રાહુલ હાજર હતા.આ વખતે મારા પિતાને રાહુલે પકડી રાખતાં સુરેશે તેમને માર માર્યો હતો.જેથી  હું છોડાવવા જતાં નિલેશે કોઇ હથિયાર વડે મારા માથામાં હુમલો કરતાં લોહી નીકળ્યંુ હતું.ફતેગંજ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.

(7:18 pm IST)