ગુજરાત
News of Monday, 23rd May 2022

સુરત:વરાછા વિસ્તારમાં કારખાનેદારને ગળામાંથી 1.10 લાખની ચેઇન આચાનકી સ્નેચરો રફુચક્કર

સુરત: વરાછા અંકુર ચાર રસ્તા નજીક ભાજીવાલા કમ્પાઉન્ડ પાસેથી પસાર મોર્નીંગ વોકમાં પસાર થઇ રહેલા હીરાના કારખાનેદારના ગળામાંથી રૂ. 1.10 લાખની સોનાની ચેઇન આંચકીને મોપેડ સવાર સ્નેચરો ભાગી ગયા હતા.

કતારગામ બંબાવાડી સ્થિત પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં હીરાનું કારખાનું ચલાવતા ભરત બાબુભાઇ ગુજરાતી (ઉ.વ. 46 રહે. ઘર નં. 38, વિષ્ણુનગર વિભાગ-1, અંકુર ચાર રસ્તા, વરાછા) ગત તા. 1 એપ્રિલના રોજ સવારે વોર્કીંગમાં નીકળ્યા હતા. ઘરેથી નીકળી વરાછા મેઘાણી ગાર્ડન-સરદાર સ્મૃતિ ભવનથી ઉમીયા ધામ મંદિરથી અંકુર ચાર રસ્તા તરફ જઇ રહ્યા હતા. ત્યારે ભાજીવાલા કમ્પાઉન્ડના ગેટ પાસે મોપેડ પર બે સ્નેચરો ઘસી આવ્યા હતા. જેમાં પાછળ બેઠેલા સ્નેચરે ભરતભાઇના ગળામાંથી સોનાની 40 ગ્રામ વજનની ચેઇન કિંમત રૂ. 1.10 લાખની આંચકીને ભાગી ગયા હતા. ઘટના અંગે ગત રોજ કારખાનેદાર ભરત ગુજરાતીએ વરાછા પોલીસમાં સ્નેચીંગની ફરિયાદ નોંધાવી હતી.

(7:15 pm IST)