ગુજરાત
News of Monday, 23rd May 2022

મોદીના શાસનની સિધ્‍ધીઓ વર્ણવવા કેન્‍દ્રીય મંત્રીઓ ગુજરાતને ધમરોળશેઃ ભાજપ ચૂંટણી માટે ફાળો ઉઘરાવશે

૧૧ થી ૧૩ જુન ૧પ હજાર વિસ્‍તારકો નિકળશેઃ ૬ જુનથી સભ્‍ય નોંધણી ઝુંબેશ : પ્રદેશ કારોબારીમાં મહત્‍વના કાર્યક્રમોની જાહેરાત

રાજકોટ, તા., ૨૩: ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક આજે ગાંધીનગર ખાતે યોજાયેલ છે. જેમાં આગામી મહત્‍વના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. ચુંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા ધમાકેદાર કાર્યક્રમો આવી રહયા છે.
જાણવા મળ્‍યા મુજબ તારીખ ૬-જુનથી ૬-જુલાઇ સુધી પ્રાથમીક સભ્‍ય નોંધણી ઝુંબેશ શરૂ થશે. સેંકડો નવા લોકોને ભાજપ સાથે જોડવામાં આવશે.  તારીખ ૧૧ થી ૧૩ જુન અલ્‍પકાલીન વિસ્‍તારક યોજના આવી રહી છે. ૧પ૦૦૦ જેટલા કાર્યકરો પોતાના કાર્યક્ષેત્ર સિવાયના વિસ્‍તારમાં જઇને ૩ દિવસ ભાજપના વિસ્‍તારક તરીકે કામગીરી કરશે. હાલ કેટલાક આગેવાનો ૬ માસના વિસ્‍તારક તરીકે નિકળ્‍યા છે. ચુંટણીનું વર્ષ હોવાથી પાર્ટી દ્વારા કાર્યકરો, પ્રજાજનો, શુભેચ્‍છકો પાસેથી આર્થીક સહયોગ લેવાનું નક્કી થયું છે. તેના માટે ચુંટણી સહયોગ નીધી નામથી કાર્યક્રમ શરૂ થશે. ચેકથી ચંટણી ફાળો સ્‍વીકારવામાં આવશે. મોદી સરકારને ૮ વર્ષ પુરા થઇ રહયા હોવાથી ૩૦ મેથી કેન્‍દ્રીય મંત્રીઓ ગુજરાતનો સઘન પ્રવાસ કરી સંમેલન, પત્રકાર પરીષદ વગુરેના માધ્‍યમથી મોદી સરકારની સિધ્‍ધીઓ વર્ણવશે. ગુજરાતમાં પણ સરકાર દ્વારા ૧પ દિવસ વિવિધ કાર્યક્રમો યોજી સુશાસનની ઉજવણી કરવામાં આવશે.

 

(4:13 pm IST)