News of Saturday, 23rd January 2021
વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું
વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતીની શરૂઆત કરાઈ: વલસાડ કોલેજ કેમ્પસથી બાઈક રેલીનું આયોજન કરાયું
(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : 4 જાન્યુઆરી થી 17 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ વલસાડ કોલેજ કેમ્પસથી વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા બાઇક રેલી ને લીલીઝંડી અપાઈ હતી.ટ્રાફિક અંગેની લોકજાગૃતિ માટે આ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ પી.આઇ. વી બી મોરી. વલસાડ જિલ્લા ટ્રાફીક પી.એસ.આઇ. સી . એલ.દેસાઇ ટ્રાફિકના જવાનો વલસાડ નગર પાલિકાના અધિકારીઓ,વલસાડ આરટીઓ ના અધિકારીઓ રોટરી ક્લબના મેમ્બરો તેમજ વલસાડ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશનના ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો સાથે રહી સુંદર બાઈક રેલી નું આયોજન કરી લોકોને ટ્રાફિક અંગે જાગૃત કર્યા હતા
(7:39 pm IST)