ગુજરાત
News of Friday, 22nd January 2021

ગાડેત ગામમાં લાકડા કાપવા બાબતે દંપતી પર હુમલો કરી ઇજા કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના ગાડેત ગામના અનુજીભાઈ મંગળભાઈ વસાવાની ફરિયાદ મુજબ તેઓ તેની પત્ની સાથે પોતાના ખેતરના સેઢા ઉપર આવેલ લાકડાઓ માથી બળતણ માટે લાકડા કાપતા હતા.તે સમયે તેમના ગામના જેસલભાઈ મંગળભાઈ વસાવા ત્યાં આવી કહેવા લાગેલ કે મારા સેઢા ઉપરથી કેમ લાકડા કાપો છો તેમ કહેતા ફરી.એ હું મારા ખેતરના સેઢા ઉપર થી લાકડા કાપુ છું અને તારા લાકડા કાપતો નથી તેમ કહેતા

આ કામના જેસલ ઉશ્કેરાઈ જઈ લાકડા વડે એક ઝાપટ અનુજીને હાથના કાંડાના પર મારી મુંઢ માર મારી ઈજા કરેલ આ વખતે ફરી.ની પત્ની વચ્ચે પડતા તેમને પણ ગાળો બોલી જમણા લાકડાની ઝાપટ મારી ઈજા કરી ત્યાંથી જતા રહેલ અને જતા જતા કહેતો હતો કે આજે તો તુ બચી ગયો છે બીજીવાર મળીશ તો જીવતો નહીં છોડુ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:49 am IST)