ઉમરેઠમાં રાત્રીના સુમારે પોલીસે છાપો મારી સાત શકુનિઓને 25 હજારની રોકડ સાથે પકડી પાડ્યા
ઉમરેઠ:શહેરના કડિયાવાડ વિસ્તારમાં ગઈકાલે રાત્રીના સુમારે પોલીસે છાપો મારીને સાત જેટલા શખ્સોને ૨૫૦૩૦ની રોકડ રકમ તેમજ ત્રણ મોબાઈલ સાથે ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે ઉમરેઠ પોલીસને હકિકત મળી હતી કે, કડિયાવાડમાં એક મકાન ભાડે રાખીને અલ્તાફહુસેન મહંમદહનીફ મલેક જુગાર રમાડી રહ્યો છે જેથી પોલીસે છાપો મારતાં અલ્તાફહુસેન, અશોકભાઈ મિસ્ત્રી, અબ્દુલહનીફ નૌસાદમીંયા ઠાકોર, સીકંદરભાઈ નુરમહંમદભાઈ વોરા, મુકેશભાઈ રામચંદભાઈ સુખવાની, જીગ્નેશભાઈ પરસોત્તમભાઈ પટેલ તથા મહેન્દ્રસિંહ જશવંતસિંહ પવાર ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસને કુલ ૨૫૦૩૦ની રોકડ તેમજ ત્રણ મોબાઈલ સાથે કુલ ૩૦૫૩૦ રૂા.નો મુદ્દામાલ મળી આવતાં પોલીસે કાર્યવાહી હાથ ઘરી હતી.