અમદાવાદના ઓઢવમાં પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર પતિની સગા ભાઈએ ધરપકડ કરાવી
અમદાવાદ: ઉત્તરપ્રદેશમાં પંચ દ્વારા પારિવારિક ઝઘડામાં બેઠક બોલાવવાના મામલે ઓઢવ વિસ્તારમાં પતિએ પત્નીનું ગળું દબાવીને કરેલી હત્યાના ચકચારી કિસ્સામાં પોલીસે પતિની ધરપકડ કરી છે. હત્યારા પતિના મોટાભાઇએ જ તેની ધરપકડ કરાવી હોવાનું સામે આવ્યું છે.
ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લામાં આવેલ દેવપુરા ગામમાં રહેતા સુનીલનાં બે વર્ષ પહેલાં નિશા સાથે લગ્ન થયાં હતાં. લગ્ન બાદ બન્ને જણાં દેવપુરા સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં, જોકે સંયુક્ત પરિવારમાં રહેવાના કારણે નિશા અને સુનીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી હતી. સંયુક્ત પરિવારના કારણે ઘરકંકાસ વધી જતાં એક મહિના પહેલાં સુનીલ અને નિશા યુપીથી અમદાવાદ આવી ગયાં હતાં.
રવિવારે સીટીએમ િબ્રજ નીચે સૂઇ ગયો હતો. બીજા દિવસે સુનીલે તેના અલગ સિમકાર્ડથી વાસુદેવને ફોન કર્યો હતો. સુનીલ પોલીસમાં હાજર થઇ જાય તે માટે વાસુદેવે પોલીસને જાણ કરી દીધી હતી. વાસુદેવે સુનીલને મળવા માટે બોલાવ્યો હતો, જ્યાં પોલીસે વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો.