ગુજરાત
News of Monday, 22nd January 2018

પાંચ વર્ષે નાણાં ડબલની લાલચ આપી 2 કરોડની છેતરપિંડી કરનાર ચાર શખ્શોને મધ્યપ્રદેશમાંથી દબોચી લેવાયા

એમપીના ભેજાબાજોએ લલચામણી ઓફર થકી છોટાઉદેપુરમાંથી 2 કરોડ ઉઘરાવી લીધેલ :આદિવાસીઓને ખંખેરનાર નવ ગઠીયા સામે ફરિયાદ નોંધાવાઇ હતી

છોટા ઉદેપુર ;નાનાં ડબલ થવાની સ્કીમ બતાવી લોકો સાથે છેતરપિંડીના આરોપીઓને મધ્યપ્રદેશમાંથી દબોચી લેવાયા છે પાંચ વર્ષે નાણા ડબલની લાલચ આપી છોટાઉદેપુર જિલ્લામાંથી 2 કરોડની છેતરપીંડી કરનાર 4 જણાને મધ્યપ્રદેશથી ઝડપી લેવાયા છે.

 જાણવા મળતી વિગતો મુજબ વર્ષ ર૦૧૧ થી ર૦૧૭ સુધીમાં એમપીના ભેજાબાજોએ કેટલીક કંપનીઓ નામે લોકોને પાંચ વરસે નાણા બમણા કરવાની લલચામણી ઓફર આપી હતી. લોભામણી ઓફરમાં લોકો પાસેથી બે કરોડથી વધુ લોકો ઉઘરાવ્યા હતા. બાદમાં ઓફિસોને તાળા મારી રફૂચક્કર થઇ ગયા હતા. આદિવાસીઓને ખંખેરનારા આવા નવ ગઠિયાઓ સામે ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં ચાર જણાની ધરપકડ કરાઇ હતી.

(12:47 am IST)