ગુજરાત
News of Sunday, 22nd November 2020

રાજપીપળા પોલીસે છેલ્લા 2 દિવસ મા માસ્ક પહેર્યા વગરના વીસ લોકો પાસે રૂ.2 હજાર દંડ વસૂલ કર્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા :હાલ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોય છતાં લોકો કોવિડ-૧૯ના નિયમોનું પાલન કરતા ન હોવાથી રાજપીપળા શહેરમાં ટાઉન પોલીસે માસ્ક વગર જતા આવતા 20 લોકોને ઝડપી દંડનીય કાર્યવાહી કરતા અન્યોમાં ફફડાટ ફેલાયો હતો.
  પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા પોલીસે છેલ્લા બે દિવસ દરમિયાન માસ્ક વગર ફરતા 20 વ્યક્તિઓને ઝડપી પાડી તેમની પાસેથી નિયમ મુજબ વ્યકતિ દીઠ 200/- રૂ.લેખે 2,000 હજાર રૂપિયા દંડ વસુલ કર્યો હતો.જોકે કોવિડ ના નિયમો લગભગ 6 મહિના થી વધુ સમય થી લાગુ હોવા છતાં થોડીક છૂટછાટ મળતાજ લોકો કોરોના ની ગંભીરતા ભૂલી નોયમોની એસી તૈસી કરતા હોય નર્મદા પોલીસ વારંવાર કાયદેસર કાર્યવાહી કરે છે. ત્યારે આપણી સાવચેતી જાતે જ રાખવી જરૂરી હોવા છતાં બિન્દાસ ફરતા લોકોને પોલીસ શબક શીખવાડે છે જે જરૂરી પણ છે.

(11:10 pm IST)