ગુજરાત
News of Friday, 22nd October 2021

LRDની ભરતીને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય : શારીરિક કસોટીમાંથી મેરીટ પદ્ધતિ હટાવાઈ : પરીક્ષાર્થીઓની સ્વીકારી માંગ

શારીરિક કસોટી પાસ કરી સીધી જ લેખિત પરીક્ષાની મળશે તક: PISમાં 15 ગણા અને LRDમાં 8 ગણા ઉમેદવારોને તક મળશે

અમદાવાદ : ગુજરાત સરકારની પોલીસ અને LRDભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય લઇ રાજ્ય સરકારે પરીક્ષાર્થી વિધાર્થીઓની માંગને સ્વીકારી લેતા યુવા પરિક્ષાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.રાજ્ય સરકારના વિભાગે પોલીસ અને LRDની સીધી ભરતી માં 15 અને 8 ગણાનો નિર્ણય બદલ્યો છે અને શારીરિક કસોટી પાસ કરતાં સીધી લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે

માત્ર શારીરિક ક્ષમતાથી જ મેરીટ બનાવાશે તો નોલેજેબલ ઉમેદવારો મળવા મુશ્કેલ બનશે, નિશ્ચિત સમયમાં દોડ પૂર્ણ કરનાર તમામ ઉમેદવારો સક્ષમ જ હોય છે. અગાઉ દોડમાં જે નિશ્ચિત સમયમાં પાસ થતા હતા તે તમામનો આગામી કસોટીમાં સમાવેશ થતો હતો. પરંતુ હાલ જે પાસ થશે એમાં પણ મેરીટ બનાવાશે એવો બદલાવ કરાયો છે, જે યોગ્ય નથી. ઉમેદવારોની સરકારને વિનંતી છે કે એમાં વિચારણા કરી નિયમમાં બદલાવ કરે.

સાથે જ યુવાનો આશા રાખી રહ્યાં છે કે, આ ભરતી પ્રક્રિયા કોઇ પણ વિઘ્ન કે વિવાદ વિના પારદર્શક રીતે પૂર્ણ થાય. સરકારે 100 દિવસમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની જાહેરાત કરી છે. ત્યારે ઉમેદવારો પણ પોતાને આગામી 100 દિવસ માટે એકદમ ફીટ અને તૈયાર રાખવા માટે મહામહેનત કરી રહ્યાં છે.આરામ ત્યજીને પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પોલીસ ભરતીમાં તૈયારી કરતા યુવાનો માની રહ્યા છે કે દોડમાં ઉંચા માર્કસ મેળવનાર ઉમેદવારોના 15 ગણા વધુ ઉમેદવારોને લેખીત પરીક્ષા માટે તક આપવામાં આવે છે, આવું ન હોવું જોઇએ. પરંતુ આ પ્રક્રિયાથી ઉમેદવારો નિરાશ છે તેઓનું કહેવુ છે કે ભાઈઓ માટે પાંચ કિલોમીટર દોડ માટે 25 મીનીટનો સમય હોય છે અને 25 મીનીટમાં જે ઉમેદવારો દોડ પુર્ણ કરે તેમને તમામને તક મળવી જોઈએ. પુરષ ઉમેદવાર 25 મિનિટમાં 5 km અને 9.30 મિનિટમાં 1600 મીટર દોડ પૂર્ણ કરનાર મહિલા ઉમેદવારોનું મેરીટ લિસ્ટ બનાવાશે. અગાઉ દોડમાં પાસ થનાર ઉમેદવારોનું મેરિટ લિસ્ટ નહોતું બનાવાતું. તેમનો સીધો સમાવેશ આગામી કસોટી માટે કરાતો હતો.

(9:41 pm IST)