ગુજરાત
News of Thursday, 22nd October 2020

સુરતના નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતિનો આપઘાતઃ સ્યુસાઇડ નોટમાં મેટર્ન તારા અને સિવિલ સર્જન દુબેના નામ હોવાનો પરિવારનો ઘટસ્ફોટ

નવસારીઃ નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સે અપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. નર્સે આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ લખી હતી.પરિવારના સભ્યોએ દીકરીના આપઘાત પાછળ સિવિલ હોસ્પિટલમાં ડ્યૂટી દરમિયાન ત્રાસ અપાતો હોવાના આક્ષેપ કર્યા છે, સાથે જ દીકરીને આપઘાત કરવા મજબૂર કરનારા સામે કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાનો પરિવારે નિર્ણય કર્યો છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે,વિજલપોરમાં જલારામ સોસાયટીમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો છે. આ અંગે જાણ થતા વિજલપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ નર્સના મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની તપાસ હાથ ધરશે.

નવસારી નર્સ આપઘાત પ્રકરણમાં 28 વર્ષીય નર્સે ડિપ્રેશનમાં આત્મહત્યા કર્યા હોવાનું બહાર આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો પરિવારજનો પણ આક્ષેપ કરી રહ્યા છે. મેઘાએ આત્મહત્યા કરતા પહેલા એક સ્યુસાઈટ નોટ લખી છે. હાલ વિજલપોર પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી છે. સ્યુસાઈડ નોટમાં મેટર્ન તારા અને સિવિલ સર્જન દુબેના નામ હોવાનો પરિવારે ઘટસ્ફોટ કર્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

રાત્રે કર્યો હતો આપઘાત

વિજલપોર શહેરમાં આવેલી જલારામ સોસાયટીમાં રહેતી 28 વર્ષીય નર્સે પોતાના ઘરે જ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મૃતક નર્સ નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી હતી. આચાર્ય મેઘા રાજેન્દ્રભાઈ નવસારી સિવિલ હોસ્પિટલમાં સેવા આપતી હતી. એ દરમિયાન તેણે અગમ્ય કારણોસર ઘરમાં 5 પાનાંની સુસાઈડ નોટ લખી મોડી રાતે આત્મહત્યા કરી છે. આ ઘટનાની જાણ થતાં વિજલપોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે.

(5:28 pm IST)