ગુજરાત
News of Sunday, 22nd May 2022

પાટણના રાધનરપુરમાં વિઠ્ઠલ નગરમાં રહેતાં યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બનાવ્યો : આ યુવાને દલાલને 1.80 લાખ રૂપિયા આપીને મહારાષ્ટ્રમાં સ્ટેમ્પ પેપર પર લગ્ન કર્યાં હતા.

પાટણના રાધનરપુરમાં વિઠ્ઠલ નગરમાં રહેતા એક યુવાને દલાલને 1.80 લાખ રૂપિયા આપીને મહારાષ્ટ્રમાં સ્ટેમ્પ પેપર પર લગ્ન કર્યાં હતા. જે બાદ દુલ્હન નિશા સાથે પોતાના રાધનપુર સ્થિત નિવાસ સ્થાને આવ્યો હતો. અહીં દુલ્હને રાત્રીના સમયે ચામાં બેભાન કરવાની દવા નાંખીને યુવાનને બેભાન કર્યો હતો. જે બાદ મોબાઈલ અને રોકડ 25 હજાર લઇ દુલ્હન ફરાર થઇ છે. 

રાધનપુરના લીમગામડાના અને હાલ વિઠ્ઠલનગર-2માં રહેતો યુવક કુવારો હોવાથી કન્યાની શોધતો હતો. આ દરમિયાન યુવકને સાંતલપુરના માલેગાવના એક દલાલનો કોન્ટેક્ટ થયો હતો. દલાલે અલગ-અલગ છોકરીઓ બતાવી હતી. જેમાથી નીશા મરાઠી નામની યુવતી સાથે લગ્ન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ પેટે 1.80 લાખ રૂપિયાની દલાલી આપવામાં આવી હતી. 

યુવાન બેભાન થતા લૂંટેરી દૂલ્હન મોબાઈલ, રોકડા લઈને ફરાર  

દલાલે યુવકને મહારાષ્ટ્ર બોલાવી રૂપિયા લઇને યુવકના લગ્ન કરાવી આપ્યા હતા અને ત્યાંથી યુવક દુલ્હન સાથે 20-05-2022ના રોજ રાત્રે રાધનપુર પોતાના ઘરે આવ્યો હતો. ઘરે આવી સાંજના સમયે ભોજન કરી સુતા હતા, ત્યારે નીશા મરાઠીએ પતિને ચામાં ઘેનની દવા પીવડાવી સુવડાવી દીધો હતો અને ઘરમાંથી 25 હજારની રોકડ લઇને ભાગી ગઇ હતી. ઘેનની દવામાં બેભાન થયેલો યુવક સવારે જ્યારે જાગ્યો ત્યારે નીશા જોવા મળી નહોતી. ઘરમાં ચેક કરતા મોબાઇલ અને રૂપિયા 25 હજાર પણ નહોતા. આથી યુવક ડઘાઇ ગયો હતો. જે બાદ યુવકે રાધનપુર પોલીસને સમગ્ર બનાવની જાણ કરી હતી.  

(2:41 pm IST)