સુરતમાં દારૂની હેરાફેરી કરતા બે કપલો મળી પકડી પાડતી સુરત પોલીસ
ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કીની બાટલીઓ કુલ્લે નંગ-280 (કુલ્લે લીટર ૯૮) જેની કુલ્લે કિ.રૂ. 62,800/- તથા અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂપીયા 2250/- તથા કારમાંથી મળી આવેલ નંબર પ્લેટ તથા બ્રેઝા કાર કિ.રૂ.9,00,000/- ની મળી કુલ્લે કિ.રૂ.9,86,550/- ના મુદ્દામાલ કબ્જે કર્યો
સુરત : સુરત માં બે કપલો મળીને કારમાં દારૂની હેરાફેરી કરતા હતા. જોકે સુરત પોલીસે બે કપલોની ધરપકડ કરી છે. સાથે પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કીની બાટલીઓ કુલ્લે નંગ-280 (કુલ્લે લીટર ૯૮) જેની કુલ્લે કિ.રૂ. 62,800/- તથા અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂપીયા 2250/- તથા કારમાંથી મળી આવેલ નંબર પ્લેટ તથા બ્રેઝા કાર કિ.રૂ.9,00,000/- ની મળી કુલ્લે કિ.રૂ.9,86,550/- ના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સુરતની અડાજણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલિસને બાતમી મળી હતી કે, “એક સિલ્વર કલરની બ્રેઝા ફોર વ્હીલકાર રજી નં. GJ-05-RN-6035માં જયેશ પટેલ તથા છગન પટેલ તથા બે મહીલાઓ મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને આવે છે અને થૉડીવારમાં અડાજણ પાલ ઉમરા બ્રીજ પરથી પસાર થનાર છે”, જે બાતમીના આધારે પોલીસે વોચ રાખી હતી, અને ચેકીંગ કર્યું હતું.
મહત્વની વાત એ છે કે, પહેલા તો પોલીસે ઘણી મહેનત કરવી પડી આખરે કારમાં દારૂની હેરાફેરી કરવા માટે ચોર ખાના શોધી કાઢવામાં આવ્યા, જેમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો હતો .એટલું નહીં પોલીસને કોઈ શંકા ન જાય તે માટે કારમાં બે કપલ સાથે મળીને કારમાં દારૂની હેરાફેરી કરતા હતા. પોલીસે બે મહિલા સહિત ચારની ધરપકડ કરીને કુલ 9 લાખથી વધુનો મુદામાલ કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.