ગુજરાત
News of Thursday, 22nd February 2018

ઠાસરામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી :સ્કૂટર,રીક્ષા,ટ્રેકટર સહિતના વાહનો બળીને ખાખ

રહેણાંક વિસ્તારો પણ આગમાં સપડાયા : બે વિઘા જમીનમાં ભંગાર ફેલાયેલું ગોડાઉનમાં આગ ઠારવા ડાકોર અને વણાંકબોરીથી અગ્નિશામક વાહનો આવ્યા

ઠાસરાના પિપલવાડા રોડ પર આવેલા એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભુકતા ભંગારનો સામાન, સ્કૂટર, રિક્ષા, ટ્રેક્ટર જેવા વાહનો પણ બળીને ખાખ થઇ ગયા હતા  આજુબાજુના રહેણાંક વિસ્તારો પણ આગમાં સપડાયા હતા આગ લાગવાના દોઢથી બે કલાક સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા હતા ઠાસરા તાલુકા મથક હોવા છતાં નગરપાલિકા પાસે આગ ઓલાવવા માટે અગ્નિશામક વાહન નથી. એક ટ્રેકટરમાં બંબો ફીટ કરેલ જેથી આગ કાબુમાં લેવા માટે ડાકોર તથા થર્મલ (વણાકબોરી)થી અગ્નિશામક વાહનો આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

  ઠાસરામાં એક બે વિઘા જમીનમાં ભંગાર ફેલાયેલું તેમાં અચાનક આગ લાગતાં આજુબાજુના રહેણાંક વિસ્તારો પણ આગમાં સપડાયા હતા. ગ્રામજનો દ્વારા પણ પાણીની ડોલો લઈને આગ ઓલાવવા મદદ કરી હતી. આગ લાગવા ચૌક્ક્સ કારણ હજુ સુધી જાણવા મળેલ નથી.

(11:55 pm IST)