ગુજરાત
News of Friday, 22nd January 2021

રાજપીપળા રાજેન્દ્ર નગર સોસાયટીમાં ગેસ પાઈપલાઈન નંખાયા બાદ પેવર બ્લોકની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  રાજપીપળા ની રાજેન્દ્ર નગર સોસાયટીમાં પેવર બ્લોક કામગીરી નું કામ પુનઃ શરૂ થતા સ્થાનિક લોકોને રાહત થઇ છે. પહેલા પેવર બ્લોક ની જાડાઈ ને લઈને મુશ્કેલી ઉભી થઇ હતી એ મંજૂરી આવ્યા બાદ ગેસ લાઈન આવતા પાલિકાએ સમય સુચકતા વાપરી ગેસલાઇન પહેલા રાજેન્દ્ર નગરમાં જ્યાં પેવર બ્લોક માટે ખોદવામાં આવેલ છે એ વિસ્તારમાં પહેલા ગેસલાઇન દબાવી દેવામાં આવી એટલે હવે પેવર બ્લોક ફરી ઉખેડવાની પરિસ્થી ના આવે માટે અટકેલી કામગીરી પુનઃ ચાલુ થતા લોકોમાં રાહત જોવા મળી રહી છે.

 રાજેન્દ્ર નગર સોસાયટી ખાતે 2 કરોડના ખર્ચે તમામ શેરીઓમાં પેવર બ્લોક નખવામાં આવનાર છે ત્યારે પાલિકા ના પેહલા ટેન્ડર માં M 250 પેવર બ્લોકની જાડાઈ હતી જેના કરતા M 400ની જાડાઈ જોઈએ કેમે આ સોસાયટીઓ માંથી ભારે વાહનો પસાર થવાના હોય જેને લઈને કામ અટક્યું હતું બાદમાં માર્ગ અને મકાન વિભાગે નક્કી કરેલા M 400 બ્લોક નાખવામાં આવશે એવું નક્કી થયું એટલે પુનઃ કામગીરી ચાલુ થાય તે સમયે ગટર લાઈન અને ગેસ લાઈન આવી ગેસ લાઈન આગળ નાંખવામાં આવી પણ સ્થાનિકો ની રજુઆત હતી કે ગટર લાઈન પાછળ ની ગલીમાં નાંખવામાં આવે એટલે આ કામ પહેલા પત્યા બાદ હાલ પેવર બ્લોક માટે પીસીસી ની કામગીરી શરૂ કરાઇ છે. એટલું જ  નહિ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાવી જેમ બને તેમ વહેલા પેવર બ્લોક નંખાઈ તેવી કામગીરી હાલ પાલિકા સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહી છે

(12:58 am IST)