ગુજરાત
News of Saturday, 21st August 2021

17 ઓક્ટોબર સુધી કેવડીયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે-સાથે કેવડીયા નર્મદા માતાથી સમગ્ર વિસ્તારને નો ડ્રોન વિસ્તાર જાહેર

રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ નવા-નવા પ્રવાસન સ્થળો વિકસાવામાં આવી રહ્યા છે. તેથી મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત કરી રહ્યા છે. હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. થોડા સમયે પહેલા જ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ભર્યો માહોલ ત્યારે જૈશ-એ મહંમદના આંતકીઓ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ધ્વંસ કરવા માટેના અને નર્મદા ડેમ સહિત તેની આસપાસના પબ્લિક પ્લેસ પર હુમલો કરવાના ઈનપુટ મળ્યા હતા.

   આજ કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. નર્મદાનું તંત્ર પણ એલર્ટ મોડ પર છે. ત્યારે હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં ડ્રોન કેમેરો ઉડાડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે-સાથે કેવડીયા નર્મદા માતાથી સમગ્ર વિસ્તારને નો ડ્રોન વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. જે લોકો આ નિયમનો ભંગ કરીને ડ્રોન ઉડાડશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 17 ઓક્ટોબર સુધી આ વિસ્તારને નો ડ્રોન જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું જિલ્લા વહીવટી તંત્ર તરફથી બહાર પાડવામાં આવ્યું છે. મહત્ત્વની વાત છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થળ પર ગુજરાતના જ નહીં પણ દેશ વિદેશના લોકો પણ મુલાકાત લેવા માટે આવી રહ્યા

(12:48 am IST)