ગુજરાત
News of Saturday, 21st August 2021

અમદાવાદમાં કોરોના વોરિયર્સ માટે બનાવાઈ 200 ફૂટ લાંબી રાખડી

કોરોના કાળમાં ડોકટર્સથી માંડીને પેરામેડીકલ સ્ટાફ, નર્સ, પોલીસ જવાનો અને સફાઇકામદારોની ભૂમિકા સરાહનીય

અમદાવાદના ભુયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી સાધના હાઇસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી જોવા મળી હતી. અહીં 200 ફૂટ રાખડી પ્રદર્શનમાં મુકાઈ છે. 200 ફૂટ લાંબી રાખડી કે જેને 'કોરોના વારિયર્સ ' થીમ પર બનાવવામાં આવી છે.

  વિદ્યાર્થીઓ દ્વારા સતત 4 દિવસની મહેનત બાદ કોરોનામાં જે રાત દિવસ કામ કરી રહ્યા છે તેવા કોરોના વોરિયર્સને સેલ્યૂટ કરતી રાખડી બનાવવામાં આવી છે. સ્કૂલના સંચાલક રવિભાઈએ જણાવ્યું કે શાળાના 25 વિદ્યાર્થીઓની આ મહેનત છે. કોરોના કાળમાં ડોકટર્સથી માંડીને પેરામેડીકલ સ્ટાફ, નર્સ, પોલીસ જવાનો અને સફાઇકામદારોની ભૂમિકા સરાહનીય રહી છે. પોતાના જીવની પણ પરવાહ કર્યા વગર સતત લોકોના જીવ બચાવવા કામ કરતા રહ્યા. ખરેખર તેઓની કામગીરી બિરદાવવા લાયક છે. જેથી વિદ્યાર્થીઓએ કોરોના વોરિયર્સ માટે 200 ફૂટ લાંબી રાખડી બનાવી છે.

(12:46 am IST)