ગુજરાત
News of Saturday, 21st August 2021

તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ: વ્યારા, વાલોડ, સોનગઢ, ડોલવણ તાલુકામાં વરસાદ પડ્યો

વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ: ડાંગરના પાકને જીવતદાન : નદી નાળામાં નવા નીર આવ્યાં

તાપી :  હવામાન વિભાગની આગાહીને પગલે તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે. તાપી જિલ્લાના વડુંમથક વ્યારા તેમજ વાલોડ, સોનગઢ, ડોલવણ તાલુકામાં વરસાદ પડ્યો છે. તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

સારા વરસાદને કારણે તાપી જિલ્લાના ખેડૂતોના ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે. તાપી જિલ્લામાં વરસાદને પગલે નદી નાળામાં નવા નીર આવ્યાં છે. સારા વરસાદને કારણે ચેકડેમો વરસાદના પાણીથી છલકાયા છે. પાણીની આવક થતા ખેડૂતોને મોટી રાહત થઇ છે.

(8:25 pm IST)