ગુજરાત
News of Saturday, 21st August 2021

સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રાજ્યના 86 તાલુકામાં ઝાપટાંથી લઈને બે ઈંચ જેટલો વરસાદ

વલસાડ જિલ્લાના ઉંમરગામ, ધરમપુર, પારડીમાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો: સુરતનો વિયર કમ કોઝવેની સપાટી 6 મીટરને આંબી જતા વાહન વ્યવહાર માટે બંધ: તાપી નદીના જળ સ્તરમાં વધારો

અમદાવાદ :  આજે શનિવારે સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધામાં રાજ્યના 86 તાલુકામાં ઝાપટાંથી લઈને બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના ઉંમરગામ, ધરમપુર, પારડીમાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં આજે શનિવારે પણ વરસાદ તૂટી પડશે એવો માહોલ સર્જાયો હતો પણ અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં તે માત્ર વરસાદના સામાન્ય છાંટણા જ પડ્યા હતા. ઉપરવાસમાં વરસાદને લીધે સુરતનો વિયર કમ કોઝવેની સપાટી 6 મીટરને આંબી જતા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. સુરત અને તાપી જિલ્લાની અંદર વરસતા વરસાદને કારણે તાપી નદીના જળ સ્તરમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. નાના નાના ચેકડેમો પણ પાણીથી છલકાઈ ગયા છે. ઉકાઈ ડેમની હાલની સ્થિતિ 325 ફૂટ સુધીની નોંધાઇ રહી છે

(6:55 pm IST)