News of Saturday, 21st August 2021
અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ : શામળાજી , ભિલોડા, ઈસરોલ સહિતના વિસ્તારોમાં વરસાદ
મોડાસાના પણ આસપાસના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી મગફળી, સોયાબીન સહિતના પાકને ફાયદો
અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો છે. શામળાજી, ભિલોડા, ઈસરોલ સહિતના વિસ્તારોમાં વરસાદ નોધાયો છે. તો મોડાસાના પણ આસપાસના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કારણે વરસાદના કારણે પાકને મગફળી, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે.
(6:53 pm IST)