ડી.સી.એમ કોલેજ વિરમગામના NSS ડિપાર્ટમેન્ટ અને CWDC ડિપાર્ટમેન્ટ દ્વારા પોલીસ જવાનોને રાખડી બાંધવામાં આવી
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : રક્ષાબંધન તહેવારને લઇને ડી.સી.એમ કોલેજ વિરમગામ ના NSS ડિપાર્ટમેન્ટ અને CWDC ડિપાર્ટમેન્ટ તથા સ્નેહ ફાઉન્ડેશન દ્વારા વિરમગામ શહેરનાં ટાઉન પોલીસ સ્ટેશન, રેલ્વે પોલીસ સ્ટેશન, ટાવર પોલીસ ચોકી, પોલીસ સ્ટેશનમાં જઇને પોલીસકર્મીઓ અને ટ્રાફિક જવાનોને રાખડી બાંધી હતી.
બહેનોએ કહ્યું કે,રક્ષાબંધન એ ભાઇની રક્ષા માટેનો તહેવાર છે. અમે વિચાર્યું કે આપણી સુરક્ષા કરવા માટે ચોવીસ કલાક પોલીસકર્મી તૈનાત રહેતા હોય છે અને કોરોનાના સમયે આપણી સુરક્ષા માટે દિવસ રાત જાગ્યા હતા. અમે અમારા ભાઈને તો દર વર્ષે રાખડી બાંધીએ છીએ પરંતુ આ વખતે પ્રા ઇલાબેન પટેલ (NSS પોગ્રામ ઓફિસર) જનક સાધુ (પ્રમુખશ્રી સ્નેહ ફાઉન્ડેશન)લાલજી ચાવડા (ઉપપ્રમુખ સ્નેહ ફાઉન્ડેશન) તેમજ કોલેજ ની ૧૫ બહેનો સાથે લઈને ૧૦૦ થી પણ વધારે કોરોના વોરિયર્સ પોલીસ કર્મીઓને રાખડી બાંધવાનો અનુભવ અદભુત રહ્યો હતો