ગુજરાત
News of Saturday, 21st August 2021

સાવલી તાલુકાના ખાખરીયા ગામે યુવકને એ.ટી.એમ. માં મોકલી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ત્રણ નરાધમોને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી

સાવલી : સાવલી તાલુકાના ખાખરિયા  ગામે કેનાલ પાસે  એકાંતમાં બેસેલા યુવક અને તેની સગીર વયની ગર્લ ફ્રેન્ડને ગ્રામ રક્ષક દળના ત્રણ જવાન તથા તેમના મિત્રએ ધમકાવી માર માર્યો હતો.ત્યારબાદ રૃપિયા લેવા માટે ત્રણ આરોપીઓ યુવકને એ.ટી.એમ.માં લઇ ગયા હતા.જ્યારે ગ્રામરક્ષક દળનો એક  હવસખોર જવાન ગર્લફ્રેન્ડને અવાવરૃ જગ્યાએ લઇ ગયો હતો.અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.ત્યારબાદ ચારેય આરોપીઓ ભાગી છૂટયા હતા.સાવલી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ત્રણ આરોપીને ઝડપી લીધા છે.જ્યારે દુષ્કર્મ ગુજારનાર નરાધમ જવાન પકડાયો નથી.

વાઘોડિયા તાલુકાના એક ગામમાં રહેતો  યુવક તેની ગર્લ ફ્રેન્ડની સાથે  બાઇક પર ફરવા નીકળ્યો હતો.અને સાવલી તાલુકાના ખાખરિયા ગામેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે એકાંત જોતા તેઓ બાઇક પાર્ક કરીને ત્યાં બેઠા હતા.તે દરમિયાન ખાખરિયા આઉટ પોસ્ટ પર ફરજ  બજાવતો જી.આર.ડી.જવાન અનિલ ગોહિલ ત્યાં આવ્યો હતો.અને તેની સાથે નોકરી કરતા અન્ય બે જવાનો જયેશ ગોહિલ તથા મહેશ વસાવા પણ આવ્યા હતા.તેમણે કેનાલના કિનારે બાઇક પાર્ક થયેલી જોઇને શંકા થઇ હતી  કે,ચોક્કસ ઝાડીમાં કોઇ કપલ સંતાયુ હશે.જેથી,ત્રણેય જવાનોએ આજુબાજુની ઝાડીમાં તપાસ કરી હતી.જ્યાં ઝાડીમાં બેસલા યુવક અને તેની  ગર્લફ્રેન્ડ  મળી આવ્યા હતા.ત્રણેય જવાનોએ રોફ જમાવી ધોલ ધપાટ શરૃ કરી તેઓને ડરાવી દીધા હતા.પરિવારજનોને બોલાવવા પડશે તેવું જણાવતા યુવક અને સગીરા ગભરાઇ ગયા હતા.તેઓને ડરેલા જોઇને ત્રણેય જવાનોએ તેમની પાસેથી રૃપિયાની માંગણી શરૃ કરી હતી.પરંતુ,યુવક પાસે રૃપિયા ન હોય ત્રણ પોલીસ જવાનો તથા તેઓનો મિત્ર સંઘર્ષ પટેલે  યુવકને હાલોલ રોડ  પર આવેલા એ.ટી.એમ. માંથી રૃપિયા ઉપાડવા મોકલ્યો હતો.જ્યાં સુધી યુવક રૃપિયા લઇને પરત ના આવે ત્યાં સુધી સગીરાને જવાન અનિલ ગોહિલે પોતાની કારમાં કેનાલ પર જ બેસાડી રાખી હતી.યુવક રૃપિયા લઇને પરત આવે ત્યાં સુધી અનિલે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.યુવક રૃપિયા લઇને પરત આવ્યો પછી ચારેય આરોપીઓએ સગીરાને પરત સોંપી હતી.યુવક  અને તેની ગર્લફ્રેન્ડ  ત્યાંથી જતા રહ્યા હતા.ગામ જઇને તેઓએ ે પોતાની સાથે થયેલા દુષ્કર્મની વિગત જણાવી હતી.

(5:21 pm IST)