ગુજરાત
News of Saturday, 21st August 2021

ખંભાત નજીક ધુવારણના દરિયાકિનારે દસામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલ બે કિશોરો પૈકી એક પાણીમાં ડૂબી જતા માહોલ ગંભીર

વલ્લભવિદ્યાનગર : ખંભાત પાસેના ધુવારણના દરિયાકિનારે બે દિવસ પૂર્વે દશામાની મુર્તિનુ વિસર્જન કરવા ગયેલા બે કિશોરોમાંથી સચીન ભાવેશભાઇ રાવળ  રહે.વાસણા ગામ તા. ખંભાત નામનો કિશોર પાણીમા ડુબી ગયો હતો. જોકે એક કિશોરને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો. 

જોકે, ગુમ કિશોરની શોધખોળમાટે પાંચ માછીમારોની બોટ, ખંભાત ફાયરબ્રિગ્રેડની ટીમ સહિતપોલીસકુમકે સ્થળ ઉપર સતત ઉપસ્થિત રહીને શોધખોળ હાથ ધરી હતી.તેમ છતાં સફળતા નહીં મળતા એનડીઆરએફની ટીમે સ્થળ ઉપર પહોંચીને ગેસબોટલ સાથે મરજીવા બની દરિયામાં ઉતરીને મૃત્તદેહની શોધખોળ કરવા છતાં કિશોરનો કોઇ પત્તો મળ્યો નહોતો. 

જોકે, શુક્રવારે બપોરે ૪.૦૦ વાગ્યાના અરસામાં ધુવારણના કાંઠાથી ૩ કિલોમીટર દુર દરિયામા મૃત્તકની લાશ તરતી હોવાનુ ધ્યાને આવતા પોલીસ તેમજ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતાં કાફલાએ સ્થળ ઉપર પહોંચી પ્રારંભિક કાર્યવાહી હાથ ધરીને મૃત્તદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખંભાતની કેનેડી હોસ્પિટલમાં મોકલી આપી છે. જેને પગલે પરિવારમા કરૂણ કલ્પાંત મચી જવા સહિત સ્થાનિક વિસ્તારમા ગમગીની છવાઇ જવા ઉપરાંત દિવસભર ચર્ચા અને અટકળો વહેતી થઇ છે.

 

(5:17 pm IST)