ગુજરાત
News of Saturday, 21st August 2021

ઈડરના બરવાવમાં ખેતમજૂરે પશુના પગ બાંધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા અરેરાટી મચી જવા પામી

ઇડર: શહેરના બરવાવમાં વિકૃતિની પરાકાષ્ઠા સમી એક ઘટના સામે આવી છે. જેમાં એક ખેતમજૂરે પશુ (ભેંસ)ના બે પગ બાંધી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતા અરેરાટી વ્યાપી ગઈ છે. ભોગ બનનાર પશુ સવારે મૃત હાલતમાં મળ્યું હતું. આ ઘટના બાદ પશુ માલિકની ફરિયાદ બાદ પોલીસે આરોપીને તલોદથી ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ બરવાવની સીમમાં ખેતમજૂરી અર્થે રહેતો અને પશુઓ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવાની ટેવવાળો ખેતમજૂર બુધવારે રાત્રે બરવાવ ગામ આવ્યો હતો. આ વિકૃત માનસિકતા ધરાવતા ખેતમજૂરે બુધવારે રાત્રે જ ગામના એક પશુપાલકનની ભેંસને હવસનો શિકાર બનાવી હતી. ભેંસના પગ બાંઘી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યા બાદ હવસખોર ફરાર થઈ ગયો હતો.

ગુરૂવારે સવારે ખેતરમાં ગયેલ પશુપાલકને ભેંસ મૃત હાલતમાં મળી હતી. ભેંસના ગુપ્ત ભાગ પર ઈજાના નિશાન જોવા મળતા સ્થિતિ પામી ગયેલા પશુપાલકે વિકૃત ખેતમજૂરના નામજોગ પોલીસને રજૂઆત કરી હતી. જેના કારણે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને તલોદથી ઝડપી પાડયો હતો. જો કેસાચી હકીકત પશુના પી.એમ. બાદ સામે આવશે. ઘટના સ્થળ પર એક ગાયના પણ બંને પગ બાંધેલા હોઈ ગાય સાથે પણ આ જ પ્રકારનું ધૃણાસ્પદ કૃત્ય આચરાયું હોવાની પશુમાલિકે શંકા વ્યક્ત કરી છે.

(5:14 pm IST)