અમદાવાદના રાણીપમાં પાંચમા માળેથી નીચે પડતા 5 વર્ષની માસુમ બાળાનું મોતઃ સમગ્ર ઘટના એક વ્યકિતના મોબાઇલમાં કેદ થઇ
હાઇરાઇઝ ઇમારતોમાં જો બાળકનું ધ્યાન રાખવામાં નહીં આવે તો દુર્ઘટના સર્જાશે
અમદાવાદ: અમદાવાદથી મનને વિચલિત કરી દે તેવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો તમામ વાલીઓ માટે ચેતવણીરૂપ વીડિયો છે. જો તેઓ નિષ્કાળજી રાખશે તો બાળકોનો જીવ જોખમમાં મૂકી શકાય છે. રાણીપ વિસ્તારમાં પાંચમા માળથી નીચે પટકાતી બાળકીનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના બાદ બાળકીનું મોત નિપજ્યું છે.
અમદાવાદના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. રાણીપ વિસ્તારમાં ગઈ કાલે આ બનાવ બન્યો હતો. જેમાં 5 વર્ષની એક માસુમ બાળકીનું ધાબેથી પડી જતા મોત નિપજ્યા છે. બિલ્ડીંગ પાસેના કોઈ નાગિરકના ફોનમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી. પાચમા માળથી પટકાતા માસુમ બાળકી ત્યાં જ મોતને ભેટી હતી. ત્યારે વાલીઓએ સાવધાન રહેવાની જરૂરી છે. માતા પિતાએ બાળકનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી બન્યું છે. હાઈરાઈઝ ઈમારતોમાં જો બાળકોનું ધ્યાન રાખવામાં નહિ આવે તો આ પ્રકારની ઘટના બની શકે છે.