ગુજરાત
News of Saturday, 21st August 2021

પાટણના સમી તાલુકાના ગોધાણા ગામે 700 વર્ષથી નથી ઉજવાતી રક્ષાબંધન !

આ ગામમાં ક્યારેય રક્ષાબંધન મનાવવામાં આવતી નથી.

અમદાવાદ :  રક્ષાબંધનદેશભરમાં ભલે રક્ષાબંધનની ઉજવણી થતી હોય. પરંતુ પાટણના સમી તાલુકાના ગોધાણા ગામે રક્ષાબંઘન ઉજવાતી નથી. 700 વર્ષથી આ પરંપરા ચાલી આવી છે. આખરે કેમ અહીં 700 વર્ષથી રક્ષાબંધન ઉજવાતી નથી? સમગ્ર ભારતભરમાં ભાઈ બહેનનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનનો પર્વ શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે, પરંતુ આજે અમે તમને એક એવું ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે સમી તાલુકાના ઘોઘાણા ગામમાં 700 વર્ષથી એક પરંપરા ચાલતી આવી છે. આ ગામમાં ક્યારેય રક્ષાબંધન મનાવવામાં આવતી નથી.

(12:42 pm IST)