ગુજરાત
News of Saturday, 21st August 2021

ચીખલીથી સુરત જતી ઇકો કારને અકસ્માત :બે મહિલા સહીત ત્રણ લોકોના મોત :બે બાળકો સહીત આઠને ઇજા

મૂળ મધ્યપ્રદેશના કામદારો ઇકો કારમાં ચીખલીથી સુરત જતા હતા : . ખડસુપા પાસેના ઓવર બ્રિજ પર ગાડી બગડી :ડ્રાઇવર ઉતરીને ચેક કરતા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલક પાછળથી ટક્કર મારી ફરાર

નવસારીઃ ચીખલીથી સુરત જઈ રહેલી ઇકો કારને અકસ્માત નડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. ખડસુપા પાસેના ઓવર બ્રિજ ઉપર ગાડી બગડી હતી. ડ્રાઇવર ઉતરીને ચેક કરતા અકસ્માત થયો હતો અજાણ્યા ટ્રક ચાલક પાછળથી ટક્કર મારી નાસી ગયો હતો. ગત મોડી રાત્રે ઘટના બની હતી.

 મૂળ મધ્યપ્રદેશના કામદારો ઇકો કારમાં ચીખલીથી સુરત જઈ રહ્યા હતા. ગંભીર અકસ્માતને પગલે બે મહિલાનું સારવાર દરમિયાન અને એક પુરુષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કારમાં સવાર બે બાળકો સહિત અન્ય આઠને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત 5ને વધુ સારવાર માટે સુરત સિવિલ ખાતે ખસેડાયા છે.

(12:25 pm IST)