ગુજરાત
News of Saturday, 21st August 2021

કાલે ગુજકેટનું પરિણામ જાહેર કરાશે: સવારે 10 વાગ્યાથી result.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે

બેઠક ક્રમાંકના માધ્યમથી પરિણામ જાણી શકાશે : 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી

અમદાવાદ : રાજયમાં આ વખતે કોરોના ની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમના લીધે અનેક રાજ્યો માં મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. સરકાર દ્વારા અનેક પરીક્ષાઓ પણ મોકૂફ કરવામાં આવી હતી હવે જયારે કોરોના કેસ ઘટતા જોવા મળ્યા ત્યારે સરકાર દ્વારા અનેક પરીક્ષા લેવામાં આવી રહી હતી ત્યારે કાલે જ ગુજકેટનું પરિણામ જાહેર કરાશે. સવારે 10 વાગ્યાથી result.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. બેઠક ક્રમાંકના માધ્યમથી પરિણામ જાણી શકાશે. 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી

 . ધોરણ 12 સાયન્સ પછી ડીગ્રી એન્જીનીયરીંગ અને ડીગ્રી/ડિપ્લોમ ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બહુવિકલ્પીય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કુલ 4 વિષયોની પરીક્ષા લેવાઇ હતી. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાઇ હતી.

ગુજકેટની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને બે માર્કની લ્હાણી કરવાની ફરજ પડી છે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં 2 પ્રશ્નોમાં ભૂલ હોવાથી 1-1 એમ કુલ બે માર્ક તમામને આપવાનો નિર્ણય કરાયો હતો. પ્રશ્નપત્ર સેટ નંબર 1 માં 44મો અને 75મો પ્રશ્નમાં ભૂલ હોવાનું સામે આવતા તમામને બે માર્ક અપાશે. ઉલ્લેખનીય છે કે ડીગ્રી એન્જીનીયરીંગ તેમજ ડિપ્લોમા / ડીગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે 6 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. જેમાં 1.17 લાખ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

(10:54 pm IST)