ગુજરાત
News of Saturday, 21st August 2021

રાજપીપળામાં ઈનામી ડ્રોના નામે રૂપિયા 62.51 લાખની છેતરપીંડી કરનારા બે શખ્શો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં ઈનામી ડ્રોના નામે લાખો રૂપિયાની છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરનાર બે શખ્સો વિરુદ્ધ રાજપીપળા પો.સ્ટે.માં ગુનો દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જગદીશભાઈ રમણીકભાઈ ખુંટ(પટેલ) (મુળ રહે. માગનાથ પીપળી તા.વિસાવદર, જી.જુનાગઢ હાલ રહે. કપુરાઇ ચોકડી કાન્હા હાઇટ્સ-૨ સી-૨૦૧,વડોદરા તા.જી.વડોદરા) ની ફરીયાદ અનુસાર સને 2014 થી 2020 ના વર્ષ દરમ્યાન અલ્પેશભાઈ મનુભાઈ વાઢેર (રહે.મુળીધર તા.ગીર ગઢડા જી.ગીર સોમનાથ) એ ઇનામી ડ્રો યોજના વિશે જાણકારી આપી તેમા ઘણો જ આર્થિક લાભ મળશે તેમ જણાવી તેમને વિશ્વાસમાં લઇ ઇનામી ડ્રો યોજના વિકાસ માર્કેટીંગ ભાગીદારી પેઢીના નામે ખોલાવી આ ભાગીદારી પેઢીમાં પોતાના વતી તેમના મળતીયા સહ આરોપી વિશાલભાઈ રાયસીંગભાઈ ગોહીલ રહે.બોડીનાર તા.ઉના જી.જુનાગઢ ને પાટનર બનાવી ઇનામી ડ્રો યોજના વિકાસ માર્કેટીંગ ભાગીદારી પેઢીના રૂપિયામાંથી ઉપાડી ઇનામી ડ્રો યોજના ની અવધી પુરી થયેથી હિસાબ કરવાનું જણાવી અલ્પેશ ભાઈએ ઉના બાજુ પથ્થર કાઢવાની લીઝ ફરીયાદી સાથે ભાગીદારીમાં લેવાનું જણાવી ટુકડે-ટુકડે રૂપિયા રૂ.૧૨, ૦૦૦૦૦ (અંકે રૂપિયા બાર લાખ પુરા) તથા તેમને રાજપીપળા ખાતે નવજીવન શો રૂમમાંથી હોન્ડાઇ કંપનીની નવી ફોરવ્હીલ ગાડી નંબર GJ.22 A.4537 જેનુ ડાઉન પેમેન્ટ રૂ.૧,૨૫,૦૦૦ (અંકે રૂપિયા એક લાખ પચ્ચીસ હજાર પુરા) તેમજ લોનની હપ્તાની રકમ રૂ.૨૦,૫૦૦૦(અંકે રૂપિયા બે લાખ પાચ હજાર પુરા) ભાગીદારી પેઢીમાથી ઉપાડ કરાવી કુલ રૂપિયા.૧૫,૩૦ ,૦૦૦ (પંદર લાખ ત્રીસ હજાર પુરા) ની વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોય જેથી ભાગીદારી પેઢીમાં પુરતુ ભંડોળ ન હોવાથી અને ઇનામના છેલ્લો ડ્રો બાકી હોય જેમાં ૩૫૦  ઇનામો આપવના બાકીમાં હોય જેની અંદાજે રૂ.૨૯.૭૫,૦૦૦ જેટલી થતી હોય જે રૂપિયા ભરપાઇ કરવા માટે ફરીયાદીએ અલગ-અલગ શ્રોફોમાંથી ૩% ટકા લેખે રૂપિયા લઇ ભરપાઇ કરી અને લીધેલ રકમ નું શ્રોફ ખાતેના ત્રણ વર્ષનું ૩% લેખે વ્યાજ રૂપિયા રૂ.૩૨,૭૬,૦૦૦  મળી કુલ્લે રૂ.૬૨.૫૧,૦૦૦ નુ દેવુ કરાવી ગુન્હો કરી છેતરપીંડી કરતા તા.19 ઓગસ્ટ એ આ બાબતે ફરીયાદ આપતા રાજપીપળા પોલીસે અલ્પેશ વાઢેર અને વિશાલ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:29 pm IST)