રાજપીપળા રોહિતવાસમાં યુવક,યુવતીના પ્રેમ સંબંધમાં બ્રેકઅપ બાદ યુવતીને હેરાન કરતા યુવક સામે ફરિયાદ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા રોહિતવાસમાં યુવક યુવતી વચ્ચેના પ્રેમ સંબંધના બ્રેક અપ બાદ પણ યુવતી ને હેરાન કરનાર યુવક સામે યુવતીએ ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા રોહિતવાસમાં રહેતી 25 વર્ષીય યુવતી એ આપેલી ફરિયાદ મુજબ યુવતીને નીતીષ રાજેન્દ્રભાઇ પંચાલ( રહે- વાવડી સ્વામીનારાયણ મંદિર પાછળ તા-નાંદોદ જી-નર્મદા )સાથે પ્રેમસબંધ હોય પરંતુ સમય જતા નીતીશ એ યુવતી પર શંકા કરી તેમની સાથેના પ્રેમ સબંધ કાપી નાખવા છતા નીતીશ યુવતીના ઘરે જઇ પોતાની સાથે પ્રેમ-સબંધ કેમ રાખતી નથી કોઇ પણ ભોગે પ્રેમસબંધ રાખવો પડશે તેમ જણાવી તેની મરજી વિરૂધ્ધ ઓઢણી પકડી ખેચી લાજ લેવાનો પ્રયત્ન કરતા યુવતીની માતા ઘરે હાજર હોય તેઓ આવી જતા બન્નેએ વિરોધ કરતા નીતીશે બન્ને સાથે ગાળાગાળી કરી યુવતીને પ્રેમ-સબંધ નહીં રાખે તો પોતે ઝેરી દવા પી જશે તેવી ધમકી આપી તેમજ યુવતીને ફોન પર પણ અલગ અલગ નંબર પરથી સંપર્ક કરી પ્રેમ સબંધ રાખવા માટે હેરાન કરી ગુન્હો કરતા રાજપીપળા પોલીસે નીતીશ પંચાલ સામે એટ્રોસીટી એક્ટ સહિતનો ગુનો દાખલ કર્યો છે.