ગુજરાત
News of Saturday, 21st May 2022

અમદાવાદ એરપોર્ટ પર પથમવખત મહાકાય બેલુગા એરબસ કાર્ગો વિમાનનું લેન્ડિંગ કરાયું

બેલુગા એરબલ કાર્ગો પ્લેન ઈંધણ ભરાવવા માટે અમદાવાદ એરપોર્ટ પર રોકાયું અને રિફ્યુલિંગ બાદ અમદાવાદ એરપોર્ટ પરથી સફળતા પૂર્વક ટેકઑફ કર્યું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના નામે નવી સિદ્ધિ નોંધાઈ છે. જેમાં પ્રથમ વખત વિશેષ પ્રકારનું બેલુગા એરબસ કાર્ગો વિમાનનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

બેલુગા એરબલ કાર્ગો પ્લેન ઈંધણ ભરાવવા માટે અમદાવાદ એરપોર્ટ પર રોકાયું હતું. આ વિશેષ પ્રકારના કાર્ગો પ્લેને રિફ્યુલિંગ બાદ અમદાવાદ એરપોર્ટ પરથી સફળતા પૂર્વક ટેકઑફ કર્યું હતું.

અમદાવાદ એરપોર્ટ ખાતે નવો રન-વે બન્યા બાદ પ્રથમ વખત આવા મહાકાય પ્લેનનું ઉતરાણ થયું હતું. જેને લઈને લોકો પણ આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા.

 વ્હેલ માછલી જેવી ડિઝાઈન ધરાવતું આ બેલુગા કાર્ગો પ્લેન ખાસ પ્રકારના રન-વે પર જ ઉતરાણ કરે છે. અત્યાર સુધી ભારતમાં આ પ્લેન મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર જ ઉતરાણ કરતું હતું. જો કે હવે અમદાવાદ એરપોર્ટ પર સતત વિકાસની સાથે સગવડો પણ વધી રહી છે. હવે આ પ્રકારના મહાકાય વિમાનના લેન્ડિંગ અને ટેકઑફ માટે પણ અમદાવાદ એરપોર્ટ સજ્જ થઈ ગયું છે. આથી ભવિષ્યમાં આવા વિશિષ્ટ વિમાનોનું અમદાવાદ એરપોર્ટ પર આવાગમન વધે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

(12:44 am IST)