ગુજરાત
News of Saturday, 21st May 2022

નર્મદા જિલ્લામાં હેલ્થકેર વર્કર, ફન્ટલાઇન વર્કરો અને ૬૦ થી વધુ વયના લાભાર્થીઓ માટે પ્રિકોશન ડોઝની કામગીરી કરાશે

સરકાર દ્વારા નિયત કરાયેલ બાકી રહેલા તમામ લાભાર્થીઓને રવિવારના રોજ યોજાનાર વેક્સીનેશન મેગા ડ્રાઇવનો લાભ લેવા જિલ્લા આરોગ્યતંત્રની જાહેર અપીલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલની સ્થિતીમાં નર્મદા જિલ્લામાં કોવિડ સંક્રમણ કાબુમાં છે. પરંતુ રાજયમાં અને દેશમાં હજુ કોવિડ સંક્રમણના કેસો નોધાવા છે. જેથી રાજય સરકાર તરફથી મળેલ સુચના મુજબ તા.૨૨/૫/૨૦૨૨ને રવિવારના રોજ મેગાડ્રાઇવ હોવાથી તમામ આરોગ્ય કેન્દ્રો ઉપર અને મોબાઇલ ટીમ ઘ્વારા વકેસીનેશનમાં સરકારની માર્ગદર્શિકા મુજબ ૧૨ થી ૧૪ વર્ષના બાળકો4 ૧૫ થી ૧૭ વર્ષના યુવાઓ તેમજ ૧૮ થી ૬૦ વર્ષના બાકી રહેલ હોય તેવા તમામને વેક્સીનેશનનો ફકત બીજો (સેકન્ડ) ડોઝ આપવામાં આવનાર છે. તેની સાથોસાથ હેલ્થકેર વર્કર, ફન્ટલાઇન વર્કરો અને ૬૦ થી વધુની વયના બાકી રહેલ તમામ વયસ્કોને પણ પ્રીક્રોશન ડોઝ આપવાની કામગીરી કરવામા આવનાર છે. કોરાના સંક્રમણને અટકાવવા અને કોરોનાથી સુરક્ષિત રહેવા સુનિચ્ચિત કરેલ તમામ ડોઝ લેવા ખૂબ જ જરૂરી હોવાથી તા.૨૨ મી મે ના રોજ યોજાનાર રવિવારના દિવસે સદર મેગાડ્રાઇવનો લાભ લેવા  જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
સરકારના નકકી કરેલ ફીના ધારા ધોરણે ૧૮ થી ૫૯ વર્ષના તમામ લાભાર્થીઓને પ્રીક્રોશન ડોઝ (બુસ્ટર) પ્રાઇવેટ હોસ્પીટલમાં આપવાનું નકકી થયેલ જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લાની પ્રાઇવેટ હોસ્પીટલોમાં સરકારના નકકી કરેલ ફીના ઘારા ઘોરણે મળી રહે તે અંગેના તમામ પ્રયાસો હાથ ઘરવામાં આવેલ છે. જેમાં રાજપીપલાની  આનંદ હોસ્પિટલ-કોલેજ રોડ, સુર્યા હોસ્પિટલ-સંતોષ ચાર રસ્તા, મઘુરમ હોસ્પિટલ-એમ.વી.રોડ,કલેકટર કચેરી સામે અને કેવડીયા કોલોની ખાતે હેલ્થ કેર હોસ્પિટલ આમ નર્મદા જિલ્લાની ચાર પ્રાઇવેટ હોસ્પીટલ ખાતેથી પ્રિકોશન (બુસ્ટર) ડોઝ લઇ શકાશે. અગાઉ બે ડોઝ લીઘેલ હોય એ જ વેકસીન દા.ત.કો-વેકસીન લીઘેલ હોય તો તેઓએ પ્રીક્રોશન ડોઝ પણ કો-વેકસીનનો જ લેવાનો રહેશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, રાજપીપલા તરફથી જણાવાયું છે

(11:35 pm IST)